આર્ટિકલ 35A હટશે તો આતંકવાદી અને આકાઓની કમ્મર તૂટી જશે : પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ
આર્ટીકલ 35 A મુજબ ભારતનો કોઈ પણ નાગરિક ત્યાં જઈ રહી શકે નહિ, ત્યાની નાગીક્તાનો અધિકાર માત્ર ત્યાની સરકારને જ છે. 1947 થી 1949 દરમિયાન પીઓકેમાંથી સાડા પાંચ હજાર પરિવારો અહીં આવ્યા હતા. તે તમા હિંદુ હતાં, કારણ કે ત્યાં કત્લેઆમ ચાલી રહ્યું હતું, તો ગત 70 વર્ષથી અહી આવ્યા છે.
Trending Photos
તેજશ મોદી/ સુરત: ભારતની આંતરિક ઘેરાબંધી વિષય પર રાખવામાં આવેલા પરિસંવાદમાં આંતરરાષ્ટ્રીય પત્રકાર અને રાજનીતિક વિશ્લેષક પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ હાજર રહ્યા હતા. તેમને જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરવામાં આવેલી આર્ટીકલની ધારા 35 A અંગે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશનમાં તેઓ પણ એક અરજદાર છે જેની અગામી અઠવાડિયામાં સુનાવણી પણ થવાની શક્યતા છે. ત્યારે કુલશ્રેષ્ઠનું કહેવું હતું કે 14 મે 1954નાં રોજ આર્ટીકલ 35 A જે આર્ટીકલ 370નો સબક્લોઝ છે તેને લાગુ કરવામાં આવ્યો હતો. તે સમયના રાષ્ટ્રપતિ ડો રાજેન્દ્ર પ્રસાદ પર ઇનકાર કર્યો હતો. પરતું પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ દબાણ કરી આ આર્ટીકલ લાગુ કરાવ્યો હતો.
મુદ્દો એ છે કે રાષ્ટ્રપતિનો કોઈ આદેશ સંવિધાન શું બની શકે છે. જો નથી બની શકતો તો શા માટે આમ થયું છે. અને જો બની શકે છે તો, પાછળના 70 વર્ષામાં ભારતની સરકારને ન્યાય પાલિકા એવા આદેશ આપવા જોઈતા હતા. આર્ટીકલ 35A સમગ્ર જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ કરે છે. અલગાવવાદ પેદા કરે છે. ઈમોશનલથી જોડવાથી રોકે છે, કારણ કે ભારતનો કોઈ પણ નાગરિક આ ધારાને કારણે ન તો જમીન ખરડી શકે છે, ન મકાન બનાવી શકે છે કે ન તો વેપાર કરી શકે છે, તો કહેવાનું એ છે કે એક તરફ આપણે કહી છીએ કે, જમ્મુ કાશ્મીર ભારતનું અંગ છે, જો અભિન્ન અંગ હોય તો પછી તેને વિશેષ દરરજો આપી અલગ કેમ કરવામાં આવ્યું.
જમ્મુ કાશ્મીર ભારતના રૂપિયે જીવે છે. ભારતની સરકારના રૂપિયા ત્યાં જાય છે. કેન્દ્ર સરકાર મદદ કરે છે, સેના ત્યાં જાય છે પરતું જમ્મુ કાશ્મીરનું ભારત માટેનું યોગદાન શૂન્ય છે. તેનાથી ઉલટ ભારત દેશ અને સેના પર બોજો વધી રહ્યો છે, કારણ કે, આર્ટીકલ 35 A લાગુ છે. આર્ટીકલ 35 A મુજબ ભારતનો કોઈ પણ નાગરિક ત્યાં જઈ રહી શકે નહિ, ત્યાની નાગીક્તાનો અધિકાર માત્ર ત્યાની સરકારને જ છે. 1947 થી 1949 દરમિયાન પીઓકેમાંથી સાડા પાંચ હજાર પરિવારો અહીં આવ્યા હતા. તે તમા હિંદુ હતાં, કારણ કે ત્યાં કત્લેઆમ ચાલી રહ્યું હતું, તો ગત 70 વર્ષથી અહી આવ્યા છે.
એરંડાની આડમાં થતી નશીલા પદાર્થોની ખેતી, 1079 કિલો ગાંજો જપ્ત
પરતું તેમને અહીની સરકારે કોઈ નાગરિકતા આપી નથી, નાતો તેમને વિધાનસભા કે પંચાયતની ચુંટણી લડવાનો અધિકાર છે, કે ન તો રાજ્યની કોઈ સ્કીમનો તેમને લાભ મળે છે, તો એવું શું કારણ છે કે, આર્ટીકલ 35 Aનું કારણ લઇ તેમે સાડા સાત લાખ લોકોને નાગરિકતા નથી આપી, સવાલએ પણ છે કે ગત દસ વર્ષમાં 300 કિમી દુર બર્માથી આવેલા રોહિંગીય મુસ્લિમ જમ્મુ પહોંચે છે. તેમની પાસે આધાર કાર્ડ, રાશન કાર્ડ અને વીજળીની સુવિધા પણ છે. તેનો ચોખ્ખો મતલબ એવો થાય છે કે જમ્મુ એક સેક્યુલર સ્ટેટ નથી પરતું ઇસ્લામિક સ્ટેટ છે. જમ્મુમાં એન્ટી હિંદુ અને એન્ટી ઇન્ડિયા સરકાર છે. તેવી તેની રચના કરવામાં આવી છે. ગત 40 વર્ષમાં જે તે સરકારોએ 50 થી 60 એવા કાયદાઓ બનાવ્યા છે, કે જે ભારત અને જમ્મુ કાશ્મીરના હિંદુઓને તાકાત નથી આપતા.
ગુજરાતમાં નકલી નોટો પ્રવેશ કરાવાનું કૌભાંડ, 100ના દરની 515 નોટો ઝડપાઇ
જમ્મુ કાશ્મીરની કોઈ યુવતી ભારતના કોઈ પણ ધર્મના યુવક સાથે લગ્ન કરે તો તેને મિલકતમાં કોઈ હક્ક મળતો નથી, પરતું જો આ જ યુવતી કોઈ પીઓકેના યુવક સાથે લગ્ન કરે તો તેને કાશ્મીરની નાગરિકતા મળી જાય છે, તો શું આ પાખંડ ન કહેવાય? ભરતના લોકના ટેક્સના રૂપિયે જમ્મુ કાશ્મીર ચાલે છે, અને આપણે જ અધિકાર નહીં આપવામાં આવે, એટલે કે તેમે મેળવો છો બંધ પરતું આપતા કશું પણ પણ નથી. ત્યારે આર્ટીકલ 35 A હટવાથી આંતકવાદની સમાપ્તિ એક મોટું કારણ હશે, કારણ કે તેના વિલય થતાં લોકો ત્યાં જઈ શકશે, વસવાટ કરી શકશે, જેથી ત્યાના લોકોને પણ ખબર પડશે કે દુનિયા ચપટી નથી પણ ગોળ છે.
જે લોકો ઇસ્લામ અને કુરાનના નામ આપ જેહાદ કરે છે, તેમને પણ અક્કલ આવશે, એ શક્ય નથી કે ભારતમાં રહેવું હોય કેન્દ્ર સરકારની મદદ અને રૂપિયા તમારે લેવા છે તો આ દેશની નીતિઓને માનવી જ પડશે, સંવિધાન પણ માનવું જ પડશે, પરતું હકીકત એ છે કે ત્યાના તમામ કહે છે કે અમે ભારતના સંવિધાનને નથી માનતા પરતું ધારા 35A ને માને છે અને સંવિધાનની કલમ 370ને માને છે.
છોટાઉદેપુર: હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર સહિત ત્રણના મોત
કુલશ્રેષ્ઠનું એમ પણ કહેવું છે કે સૌથી મોટી વાત એ છે કે શાંતિ કેવી રીતે થશે, એ વિષય તરફ ધ્યાન નથી આપતા, એક આતંકવાદીને મારો, બેને મારો કે પાંચને મારો કે પછી પાંચ હજારને મારો પરતું મુદ્દો એ છે કે આતંકવાદીને મારવો ખુબ સરળ છે પરતું આતંવાદી વિચારસરણીને મારવું ખુબ મુશ્કેલ છે, જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારના હાલતા છે, તેમાં આતંકવાદી વિચારસરણી ઉભી કરવામાં આવી રહી છે, તે એક નફો કરાવતો વ્યવસાય બની ગયો છે, તેમાં પડોશી દેશ આગમાં ઘી નાંખવાનું કામ કરે છે, તો આતંકવાદના નામે ત્યાંની રાજકિય પાર્ટીઓ જીવી રહી છે, કારણ કે એ રાજકીય પાર્ટીઓ ને આતંકવાદના નામે દિલ્હીની સરકારને બ્લેક મેલ કરવાનો મોકો મળે છે, એટલે સતત ત્યાં એવો પ્રયાસ કરવામાં આવે છે કે ભારત સરકારનો કાયદો કઈ રીતે નબળો કરવામાં.
લક્ઝુરિયસ લાઇફ સ્ટાઇલ છોડી જામનગરની યુવતિએ કર્યો સંસારનો ત્યાગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉરી હોય કે પછી પુલવામાં ખાતે થયેલો હુમલો હોય, ભારત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સભ્ય દેશ છે, ત્યાંના શપથ પત્રો પણ તેના હસ્તાક્ષર છે, કઈ બાબતને ક્યારે અને કેવી રીતે ઉઠાવવી તે સરકાર અને સેનાનું કામ છે, પુલવામાં ખાતે થયેલા હુમલા બાદ હવે સરકાર અને સેના તેના માસ્તર માઈન્ડને કઈ રીતે પકડે છે તે સમય બતાવશે, પરતું સમગ્ર ભારત અને માત્ર જમ્મુ અને કાશ્મીરની સમસ્યા બે અલગ અલગ છે. સમગ્ર આંતકવાદની વિરુદ્ધ આખો દેશ ઉભો છે. પરતું જમ્મુ કાશ્મીરમાં આંતકવાદમાં ત્યાંના લોક પણ સામેલ છે અને સરકારો પણ સામેલ છે, વ્યવસ્થા પણ સામે છે. ત્યારે પાકિસ્તાનને જવાબ આપવા માટે સેના છે, સરકાર તૈયારી કરી છે, આંતરરાષ્ટ્રીય માહોલ પણ બનાવી લીધો છે.
વડોદરા: ભાજપના મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઘડશે ચૂંટણી મેનિફેસ્ટો
જોકે પહેલી વખત એવું બન્યું કે આતંકવાદને આતંકવાદની નજરે જોવામાં આવ્યું છે, એટલે જે સમાચારની વાત ચાલી રહી છે, અને એક બે દિવસમાં જો આ સમાચાર આવી જાય તો અને આર્ટીકલ 35A હટાવી દેવામાં આવે તો જે ભાષા બોલવામાં આવી રહી છે, કે કોઈ તિરંગો ઉઠાવવા વાળું નહીં રહે કે પછી આગ લાગાવી દઈશું કે કાશ્મીર અલગ થઇ જશે, તો એવા લોકોની ખોટી માનસિકતા તૂટી જશે અને તેના માટે જ આ પગલા ભરવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે