લ્યો બોલો- જમીનના એક ટુકડા માટે સરકારના જ બે વિભાગો આમને-સામને આવી ગયા, મામલો પોલીસ સુધી પહોંચ્યો
વલસાડ (Valsad) શહેરમાં જમીનના એક ટુકડા માટે વલસાડ નગરપાલિકા અને સીટી સર્વે વિભાગ આમને સામને આવી જતાં મામલો ગરમાયો છે. અને હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા શહેરમાં આ સમગ્ર પ્રકરણ ચર્ચાનો વિષય બની છે.
Trending Photos
ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ શહેરમાં જમીનના એક ટુકડા માટે સરકારના જ બે વિભાગો આમને-સામને આવી ગયા છે. સમગ્ર પ્રકરણ પોલીસ સ્ટેશન સુધી પહોચતા મામલો ગરમાયો છે. બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં સિટી સરવે નંબર 2447 વાળી જમીન જે સિટી સરવે (City Survey) વિભાગની કચેરીના નામે ચાલી આવે છે.
આ કચેરીનું મકાન થોડા સમય અગાઉ આ જગ્યા પર હતું. પરંતુ તે મકાન જર્જરીત થઇ જતા વલસાડ સીટી સર્વે કચેરીનું નવું મકાન વલસાડ સરકીટ હાઉસની પાછળ બનાવવામાં આવ્યું છે. આથી સીટી સર્વે વિભાગની કચેરી જર્જરિત મકાનને છોડી અને નવા મકાનમાં શિફ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ આ જગ્યા ખાલી પડી હતી.
પરંતુ ત્યારબાદ વલસાડ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની પરવાનગી કે જાણ કર્યા વિના સિટી સર્વે વિભાગની જૂની જર્જરિત બિલ્ડિંગને તોડી પાડી તેની જગ્યાએ ડ્રેનેજ પંપીગ સ્ટેશન બનાવવા માટેનું કામગીરી શરૂ કરી દેતાં મામલો ગરમાયો હતો. વલસાડ નગરપાલિકા દ્વારા મનસ્વી રીતે કાર્યવાહી કરી અને જે સિટી સરવે વિભાગના નામે આ જમીન છે.
તેને કોઈ જાતની પરવાનગી કે જાણ કે વિશ્વાસમાં લીધા વિના ડ્રેનેજ પંપીગ સ્ટેશનનું કામગીરી શરૂ કરી દેતાં 22મી ફેબ્રુઆરી 2020 ના રોજ સીટી સર્વે વિભાગ દ્વારા વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયર ને એક નોટિસ પાઠવી અને ચાલી રહેલું કામ બંધ કરવા માટે જાણ કરી હતી.
જોકે જેતે વખતે પાલિકાએ કામગીરી બંધ કરવા બાંયધરી આપી હતી. પરંતુ તેમ છતાં કામગીરી ચાલુ રહી હતી. આથી સીટી સર્વે વિભાગ દ્વારા તે જમીન પર જમીન પોતાની માલિકીની છે તેવું ચેતવણી સૂચક નોટિસ બોર્ડ પણ લગાવી દીધું હતું. જોકે વલસાડ નગરપાલિકા દ્વારા તે ચેતવણી સૂચક નોટિસ બોર્ડ (Notice Board) ને પણ હટાવી અને તે જગ્યા પર કામગીરી ચાલુજ રાખવામાં આવી હતી.
આથી અવારનવાર રજૂઆતો અને નોટિસ (Notice) ફટકાર્યા બાદ પણ વલસાડ નગરપાલિકા દ્વારા બાંધકામ ચાલુ કરવાના કારણે આખરે સીટી સર્વે વિભાગ દ્વારા મામલાને ગંભીરતાથી લઈ હવે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર, ચીફ એન્જિનિયર સહિતના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવા માટે વલસાડ સિટી પોલીસ સ્ટેશન (Police Station) માં લેખિત રજૂઆત કરી છે.
વલસાડ સીટી સર્વે વિભાગ વલસાડ સિટી પોલીસ સ્ટેશન (Valsad Police Station) માં આપેલી અરજીમાં વલસાડ નગરપાલિકા દ્વારા પોતાની માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે મનસ્વી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને કોઈપણ જાતની પરવાનગી જાણ કે વિશ્વાસમાં લીધા વિના જે બાંધકામ થઇ રહ્યું છે તેના વિરોધ વાંધો ઉઠાવ્યો હતો.
અનેક વખત રજૂઆતો અને નોટિસ ફટકાર્યા બાદ પાલિકાએ કામગીરી બંધ નહીં કરતા આખરે વલસાડ સીટી સર્વે વિભાગ દ્વારા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી. અને વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર, ચીફ ઓફિસર ચીફ એન્જિનિયર અને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપનીના ગાંધીનગર ખાતેના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે.
આમ વલસાડ (Valsad) શહેરમાં જમીનના એક ટુકડા માટે વલસાડ નગરપાલિકા અને સીટી સર્વે વિભાગ આમને સામને આવી જતાં મામલો ગરમાયો છે. અને હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા શહેરમાં આ સમગ્ર પ્રકરણ ચર્ચાનો વિષય બની છે. વલસાડ નગરપાલિકા હવે મામલો પોલીસ સ્ટેશન પહોંચતાં મામલાને ગંભીરતાથી લીધો છે.
વલસાડ (Valsad) નગરપાલિકાના ચીફ ઓફિસર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલું કામ વલસાડ શહેરની જનતાના વિશાળ હિતને ધ્યાનમાં રાખી અને તેમની સુવિધા માટે થઈ રહ્યું છે, વ્યક્તિગત હિત માટે નહીં. જેથી હવે કારણે હવે આ બંને જ સરકારના નિયમોનું પાલન કરતી સંસ્થાઓ વચ્ચે ઊભા થયેલા વિવાદ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી સુખદ સમાધાન લાવવામાં આવશે તેવી વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે