ગુજરાત વિદ્યાપીઠને લઈને સૌથી મોટા સમાચાર, સાદરા-રાંધેજાના વિદ્યાર્થીઓ પણ લવાશે અમદાવાદમાં!
હાલમાં અમદાવાદ, સાદરા અને રાંધેજામાં આ અભ્યાસ કરાવાય છે. અમદાવાદના કેમ્પસમાં અત્યાર સુધી માત્ર PGના કોર્સ ચાલતા હતા, પરંતુ હવે સાદરા અને રાંધેજાના UGના કોર્સ અમદાવાદ કેમ્પસમાં ચલાવવાનો નિર્ણય લેવાયો છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં UG અને PGના કોર્સ એક જ કેમ્પસમાં લવાશે. જી હાં. બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદ, સાદરા અને રાંધેજામાં આ અભ્યાસ કરાવાય છે. અમદાવાદના કેમ્પસમાં અત્યાર સુધી માત્ર PGના કોર્સ ચાલતા હતા, પરંતુ હવે સાદરા અને રાંધેજાના UGના કોર્સ અમદાવાદ કેમ્પસમાં ચલાવવાનો નિર્ણય લેવાયો છે.
આ સાથે જ ગુજરાત વિદ્યાપીઠમાં હવેથી શારીરિક શિક્ષણ અને રમત વિદ્યાશાખા સિવાય તમામ યુજી અને પીજી વિદ્યાશાખાના કોર્સ અમદાવાદ કેમ્પસમાં ચલાવવામાં આવશે. હાલ ગુજરાત વિદ્યાપીઠના ત્રણેય કેમ્પસમાં 2,750 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાંધેજા અને સાદરા કેમ્પસમાંથી યુજીના કોર્સ અમદાવાદ કેમ્પસમાં શરૂ થતાં હવે એક હજાર જેટલા વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં વધવાની શક્યતા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત વિદ્યાપીઠમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતા UG અને PGના કોર્સ એક જ કેમ્પસમાં લાવવાનો નિર્ણય કરાયો છે. હાલ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અમદાવાદ, રાંધેજા અને સાદરા એમ કુલ ત્રણ જુદા જુદા કેમ્પસમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. અમદાવાદ કેમ્પસમાં અત્યાર સુધી માત્ર પીજીના કોર્સ ચાલતા હતા, તો યુજીના કોર્સ સાદરા અને રાંધેજા કેમ્પસમાં ચલાવવામાં આવતા હતા. સાદરા અને રાંધેજા કેમ્પસમાં ચાલતા UGના કોર્સ હવે અમદાવાદ કેમ્પસમાં ચલાવવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ભરત જોષીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી અન્ય યુનિવર્સીટીની જેમ તમામ કોર્સ ગુજરાત વિદ્યાપીઠના એક જ કેમ્પસમાં ચલાવવા શક્ય નહોતા. યુજી અને પીજીના અભ્યાસક્રમ એક સ્થળે ના ચાલે તો અધ્યાપકોનો લાભ વિદ્યાર્થીઓને મળતો નથી, એક જ સ્ટાફને બે ભાગમાં વહેંચવા પડે છે. આ સમસ્યાઓ જોતા એફ.વાય.થી પીજી સુધીનું સિંગલ યુનિટ શરૂ કરવાના ઉદેશથી સાદરા અને રાંધેજામાં ચાલતા યુજીના કોર્સ હવે અમદાવાદ કેમ્પસમાં શરૂ થશે.
શારીરિક શિક્ષણ અને રમત વિદ્યાશાખા સિવાય તમામ યુજી અને પીજી વિદ્યાશાખાના કોર્સ અમદાવાદ કેમ્પસમાં ચલાવવામાં આવશે. હાલ ગૂજરાત વિદ્યાપીઠના ત્રણેય કેમ્પસમાં 2,750 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, રાંધેજા અને સાદરા કેમ્પસમાંથી યુજીના કોર્સ અમદાવાદ કેમ્પસમાં શરૂ થતાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં વધવાની શક્યતા રહેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે