સંબંધોને લાંછન લગાડતો કિસ્સો: બે નિરાધાર સગીરા પર સગા ફુઆએ આચર્યું દુષ્કર્મ

સંબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. માતાપિતાના અવસાન બાદ નિરાધાર બનેલી સગીર બહેનો પર નિધર્મી ફુઆએ અનેક વાર દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહીં બાળલગ્ન પણ કરાવ્યા. શુ છે સમગ્ર મામલો જુઓ ખાસ અહેવાલ.

Trending Photos

સંબંધોને લાંછન લગાડતો કિસ્સો: બે નિરાધાર સગીરા પર સગા ફુઆએ આચર્યું દુષ્કર્મ

ઉદય રંજન, અમદાવાદ: સંબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. માતાપિતાના અવસાન બાદ નિરાધાર બનેલી સગીર બહેનો પર નિધર્મી ફુઆએ અનેક વાર દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહીં બાળલગ્ન પણ કરાવ્યા. શુ છે સમગ્ર મામલો જુઓ ખાસ અહેવાલ.

ગુજરાતમાં એક તરફ બાળ લગ્નના કિસ્સા ઘટતા જાય છે પણ અમુક સમાજમાં હજુ પણ આ રીતિ ચાલી આવે છે. તેવો જ એક કિસ્સો સરદારનગરમાં સામે આવ્યો છે. સરદારનગરમાં રહેતી સગીર બહેનોને માતાપિતાના અવસાન બાદ દાદી જોડે રહેતી. ત્યારે દૂરના ફોઈ દુઆ દ્વારા બંને સગીરાઓને કાલોલ ખાતે લઈ જવામાં આવી. માતાપિતા ન હોવાથી નિરાધાર બહેનો ફોઈ ફુઆના આશરે ગઈ. પણ નિધર્મી ફુઆએ સગીર બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી. 16 વર્ષીય સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું અને 14 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા.

સગા ફુઆએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને લગ્નની ઉમર ન હોવા છતાં બંને સગીરાઓના લગ્ન કરાવી દીધા અને સગીરાના પતિ પાસેથી 50-50 હજાર રૂપિયા પણ લીધા. લગ્ન બાદ સગીરાએ તેના પતિએ શારીરિક સંબંધ બાંધવા ન દેતા પતિએ આ મામલે ફુઆને રજૂઆત કરતા તેણે બંનેને ઘરે બોલાવ્યા અને સગીરાના હાથ પકડી રાખી તેની મરજી વિરુદ્ધ પતિ દ્વારા બળાત્કાર કરાવડાવ્યો.

અંતે આ મામલે બાળ સુરક્ષા એકમ દ્વારા મહિલા પોલીસ સુધી માહિતી પહોંચાડતા પોલીસે બંને સગીરાને પતિના ચૂંગલમાંથી મુક્ત કરાવી. મહિલા પોલીસે સગીરાના ફોઈ-ફુઆ, બંનેના સગીર પતિ અને સાસુ સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news