અનોખો ઠગ! મોંઘી ગાડીની ચોરી કરતો તે પહેલા ગાડીના માલિકને જાણ પણ કરતો
Trending Photos
શૈલેષ ચૌહાણ/ હિંમતનગર : વાહન માલિકો સાથે વિશ્વાસ કેળવી વાહનોની ઠગાઇ કરનારો શખ્સ હિંમતનગર નજીકથી ઝડપાયો. એસઓજીની ટીમે રૂા.૭૭ લાખના લકઝુરીયસ વાહનો સાથે નવલપુર પાટીયા પાસેથી ઝડપી લીધો હતો. વાહન માલિકોનો વિશ્વાસ કેળવી તેમજ વાહન માલિકોને વાહનનું વધુ ભાડુ આપવાની લાલચ આપી અમદાવાદના નિર્ણયનગરની સોસાયટીમાં રહેતો મૂળ મહેસાણાના બેચરાજી તાલુકાના એક શખ્સને સાબરકાંઠા એસઓજીની ટીમે બાતમી આધારે હિંમતનગર નજીકના નવલપુર પાટીયા પાસેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂા.૭૭ લાખના લકઝુરીયસ વાહનો કબજે કર્યા છે. એસઓજીએ હાલમાં આ શખ્સને ઝડપી લઇ છેતરપિંડીના વાહનો સંદર્ભમાં વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા એસઓજીનાએ વાહનચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. વાહન માલિકોનો વિશ્વાસ કેળવી તેને વધુ ભાડુ આપવાની લાલચ આપી અમદાવાદના નિર્ણયનગરમાં આવેલ આનંદનગર સોસાયટીનો ૨૨ વર્ષીય યુવક પરેશ દશરથભાઇ પંચાલ હિંમતનગર તરફ આવતો હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી. એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન આ બાતમી મળતા સમગ્ર ટીમે હિંમતનગર નજીકના નવલપુર પાટીયા ખાતે ડીવાઇડર લાવી રોડને બ્લોક કરી વોચ ગોઠવી હતી. દરમિયાન એક ગાડી આવતા એસઓજીની ટીમે ડ્રાઇવરની પુછપરછ કરતા પરેશ દશરથભાઇ પંચાલ (રહે.આનંદનગર સોસાયટી નિર્ણયનગર, ચાંદલોડીયા, અમદાવાદ, મૂળ રહે.નવીયાણી, તા.બેચરાજી, જિ.મહેસાણા) હોવાનું કહેતા પોલીસે તેની પાસે ગાડીના કાગળો માંગી પુછતાછ કરી હતી. જો કે ગાડી સાથે આવેલ શખ્સ પાસે કાગળો ન હોવાનું કહેતા રૂા.૭ લાખનું વાહન કબજે લઇ પોલીસે પરેશભાઇ પંચાલની સીઆરપીસી કલમ હેઠળ અટકાયત કરી હતી.
એસઓજીની ટીમે ઝડપાયેલા શખ્સની પુછતાછ કરતા તેણે જુદા જુદા વાહન માલિકો પાસેથી વિશ્વાસ કેળવી વાહન ભાડે ફેરવવા અને વાહન માલિકને વાહનનું વધુ ભાડુ આપવાની લાલચ આપી વાહનનો કબજો મેળવી લેતો હોવાનું જણાવ્યુ હતું. તદ્પરાંત એસઓજીના સંકજામાં આવેલો પરેશ પંચાલ (ઉ.વ.૨૨) વાહન માલિકોને ભાડુ નહિ આપી તે વાહનો અન્ય વ્યકિતઓને ગીરો અથવા વેચાણ આપી વાહન માલિકો સાથે છેતરપિંડી કરતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરતા પોલીસે ઓડી, ફોરચ્યુનર, ઇનોવા, મારૂતી એસક્રોસ, મારૂતી અર્ટીગા સહિતના વાહનો મળી કુલ રૂા.૭૭ લાખનો મુદા્માલ કબજે કર્યો છે. એસઓજી શાખાએ હાલ ઝડપાયેલી વૈભવી કારો મહેસાણા અને અમદાવાદની છે ત્યારે એક જ સાબરકાંઠાની હોવાનું બહાર આવ્યું છે તો ફરાર બે શખ્સો ઝડપાશે ત્યારે જ આખુય વૈભવી કારોનું કૌભાંડ ક્યાં સુધી ફેલાયેલું છે.પરંતુ હાલ તો એસઓજીના હાથે ઝડપાયેલ શખ્સની કબુલાત આધારે મુદ્દામાલ ઝડપી લીધો છે.
ઝડપાયેલા વાહનો...
* મારૂતી સ્વીફટ ડીઝાયર ગાડી નં.જીજે.૦૨.સીપી.૧૪૭૯
* મારૂતી સ્વીફટ વીડીઆઇ ગાડી નં.જીજે.૨૭.ડીએસ.૩૯૩૩
* મારૂતી ઇયોન ગાડી નં.જીજે.૦૧.ઇટી.૧૯૮૮
* ઓડી ગાડી નં.જીજે.૦૧.કેએલ.૧૨૧૨
* અર્ટીગા ગાડી નં.જીજે.૨૭.ડીબી.૩૮૫૧
* મારૂતી એસક્રોસ ગાડી નં.જીજે.૧૮.બીઇ.૫૮૬૨
* મારૂતી સ્વીફટ ડીઝાયર ગાડી નં.જીજે.૦૧.આરડી.૨૪૮૪
* ટોયેટો ફોરચ્યુનર ગાડી નં.જીજે.૦૧કેએચ.૫૭૮૬
* લેન્સર ગાડી નં.જીજે.૦૧.બીકે.૧૧૫૧
* ટોયેટો ઇનોવા ગાડી નં.એમએચ.૦૪.એચએફ.૯૭૭૭
ફરાર શખ્શ...
* અંકિત જયંતિભાઇ પંચાલ (રહે.નુરૂકૃપા સોસાયટી, ચાંદલોડીયા અમદાવાદ, મૂળ રહે.ભંકોડા (રામપુરા), તા.દેતરોજ)
* જીજ્ઞેશકુમાર ઉર્ફે જીગાલાલ રમણભાઇ પટેલ (રહે.અલકનંદા ફલેટ, ચાંદલોડીયા અમદાવાદ, મૂળ રહે.લાડોલ, તા.વિજાપુર, જિ.મહેસાણા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે