COVID 19 Vaccination: ભારતમાં અત્યાર સુધી 3.81 લાખથી વધુ લોકોને લાગી કોરોનાની રસી, જાણો અપડેટ

દેશમાં રસીકરણ અભિયાનના ત્રીજા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health) એ કહ્યુ કે, 18 જાન્યુઆરીના દેશભરમાં રસીકરણ કરનાર લાભાર્થીઓની કુલ સંખ્યા સાંજે પાંચ સુધી 1,48,266 છે. દેશમાં અત્યાર સુધી ત્રણ લાખ 81 હજાર 305 લોકોને રસી લગાવી દેવામાં આવી છે. 

COVID 19 Vaccination: ભારતમાં અત્યાર સુધી 3.81 લાખથી વધુ લોકોને લાગી કોરોનાની રસી, જાણો અપડેટ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણ વિરુદ્ધ લડાઈમાં સોમવારે દેશના વિભિન્ન રાજ્યોમાં રસીકરણ અભિયાન ચાલ્યું હતું. આ દરમિયાન લાખોની સંખ્યામાં લાભાર્થીઓને કોરોના વેક્સિન લગાવવામાં આવી. રાહતની વાત છે કે તેની કોઈ આડ અસર જોવા મળી નથી. દેશમાં રસીકરણ અભિયાનના ત્રીજા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health) એ કહ્યુ કે, 18 જાન્યુઆરીના દેશભરમાં રસીકરણ કરનાર લાભાર્થીઓની કુલ સંખ્યા સાંજે પાંચ સુધી 1,48,266 છે. દેશમાં અત્યાર સુધી ત્રણ લાખ 81 હજાર 305 લોકોને રસી લગાવી દેવામાં આવી છે. 

આંધ્ર પ્રદેશમાં 9758, અરૂણાચલ પ્રદેશમાં 1054, અસમમાં 1872, બિહારમાં 8656, છત્તીસગઢમાં 4459, દિલ્હીમાં 3111, હરિયાણામાં 3446, હિમાચલ પ્રદેશમાં 2914, જમ્મુ-કાશ્મીરમાં 1139, ઝારખંડમાં 2687, કર્ણાટકમાં 36888 લોકોને રસી લગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે રસીકરણ બાદ દેશમાં 580 પ્રતિકૂળ ઘટનાઓના રિપોર્ટ મળ્યા છે. જેમાંથી સાતને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં કોવિડ વેક્સિન લગાવ્યા બાદ બે વ્યક્તિઓના મોત થયા, પરંતુ તેનો સીધો સંબંધ વેક્સિનથી નથી. 

હાર્ટ એટેકથી વોર્ડ બોયનું મોત
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં જિલ્લા હોસ્પિટલના વોર્ડ બોયનું મોત હાર્ટ એટેકથી થયું છે. સોમવારે પોસ્ટમોર્ટમમાં આ વાતની પુષ્ટિ થઈ છે. ત્રણ સભ્યોની ડોક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યુ. તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. ફેફસામાં સંક્રમણ થવાની સાથે હાર્ટએટેકથી નિધન થયું છે. 

ઇમરજન્સી બોર્ડમાં તૈનાત વોર્ડ બોય મહિપાલને શનિવારે બપોરે એક કલાકે જિલ્લા હોસ્પિટલના બર્ન વોર્ડ કેન્દ્રમાં કોરોના સંક્રમણથી બચાવ માટે રસી લગાવવામાં આવી હતી. રાતના ઇમરજન્સી વોર્ડમાં ડ્યૂટી કર્યા બાદ તે રવિવારે સવારે ઘરે પહોંચ્યો. બપોરે એક કલાકે તાવ આવ્યો તો તેણે ઘરમાં દવા લીધી હતી. ત્યારબાદ સારૂ ન થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news