ઉદ્યોગપતિ પરિવારમાં માતમ છવાયો, હજુ તો હાથની મહેંદી પણ ન ઉતરી અને BMW કાર અકસ્માતમાં પરિવારની વહુનું મોત
BMW Car Accident : ઉદ્યોગપતિ પરિવારમાં ભત્રીજાના 20 દિવસ પહેલા જ લગ્ન થયા હતા, હજુ તો વહુના હાથની મહેંદી પણ ઉતરી નહિ અને તે અકસ્માતે મોતને ભેટી
Trending Photos
BMW Car Accident વડોદરા : વડોદરાના ઉદ્યોગપતિનો પરિવાર કૂળદેવીના દર્શન કરી ઢસા ગામથી પરત ફરતો હતો ત્યારે કસ્બારા ગામ પાસે કારનો ઓવરટેક કરતી વેળા ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો. તારાપુર પાસે સર્જાયેલા અકસ્માતમાં BMW કાર ટ્રકમાં ભટકાઇ હતી. જેમાં ઉદ્યોગપતિ પરિવારની નવવધૂનું મોત થયુ છે. તો પતિ-બહેનને ઇજા થઈ છે. નવયુગલના તાજેતરમાં જ લગ્ન થાય હતા. ત્યારે વહુના મોતથી ઉદ્યોગપતિ પરિવારમાં માતમ છવાયો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા ઓલ્ડ પાદરા રોડ શિવશક્તિ સોસાયટી આવિષ્કાર કોમ્પ્લેક્સ પાછળ રહેતા ઉર્મિલ નલીનકાંત શાહનો પરિવાર રહે છે. જેમની મકરપુરા જીઆઈડીસીમાં પોતાની કંપની છે. ઉર્મિલ શાહનો પરિવાર પોતાની ફોર્ડ એવેન્ડર અને બીએમડબલ્યુ કાર લઈને ઢસા ગામે કુળદેવીના દર્શન કરવા નીકળ્યો હતો. બંને કારમાં સવાર પરિવારજનો દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તારાપુર-વટામણ હાઈવે પર કસ્બારા પાસે શુક્રવારે બપોરે 3.30 કલાકે બીએમડબલ્યુ કારને અકસ્માત નડ્યો હતો.
આ પણ વાંચો :
બીએમડબ્લ્યુ કાર ચલાવી રહેલા ઉત્સવ અમિતભાઈ શાહને આગળ જતી કારનો ઓવરટેક કરવા ગયા હતા, ત્યારે તેમને ઝોકું આવી જતાં કાર આગળ જતી ટ્રકમાં અથડાઇ હતી. આ અકસ્માતમાં ઉર્વિલ શાહના પત્ની મૃગ્ના શાહનું શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હજી 20 દિવસ પહેલા ઉત્સવ શાહ અને મૃગ્નાના લગ્ન થયા હતા. હજી તો મૃગ્નાના હાથની મહેંદીનો રંગ પણ ઉડ્યો ન હતો, ત્યાં તેમનુ મોત નિપજ્યુ હતું. આમ, ઉદ્યોગપતિ પરિવારની લાડલી વહુનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે