વડોદરા દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો વળાંક, રિપોર્ટમાં પીડિતા યુવતી પર દુષ્કર્મ થયું ન હોવાનો ઘટસ્ફોટ
શહેરમાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત મામલે આજે એક મોટો વળાંક આવ્યો છે. વડોદરામાં યુવતી પર દુષ્કર્મ થયું છે કે કેમ તેનો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે. પરંતુ રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે, જેના કારણે ચર્ચાનો વિષય બન્યો છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત મામલે આજે એક મોટો વળાંક આવ્યો છે. વડોદરામાં યુવતી પર દુષ્કર્મ થયું છે કે કેમ તેનો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે. પરંતુ રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે, જેના કારણે ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરાની પીડિતા યુવતીનો એફએસએલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર એફએસએલ દ્ધારા રેલવે પોલીસને આજે રિપોર્ટ સુપરત કરાયો છે. એફએસએલ રિપોર્ટમાં પીડિતા યુવતી પર દુષ્કર્મ થયું ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. તમને જણાવી દઈએ કે વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત કેસમાં પોલીસે ગેંગરેપનો ગુનો સાયોગિક, મેડિકલ અને ઓરલ પુરાવાઓના આધારે દાખલ કર્યો હતો. યુવતીના પીએમ રિપોર્ટમાં શરીર પર ઈજાના નિશાનો મળ્યા હતા. જેના કારણે આ સમગ્ર ગૂંચવણ ઉભી થઈ હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત મામલે ગાંધીનગર FSL રિપોર્ટમાં જે સામે આવ્યું છે જેણે સાંભળીને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. વડોદરામાં દુષ્કર્મ કેસમાં આજે એકાએક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આજે ગાંધીનગર FSL દ્વારા રેલવે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. FSL રિપોર્ટના ખુલાસો પ્રમાણે યુવતી પર દુષ્કર્મ થયું નથી. પરંતુ બીજી બાજુ મૃતક યુવતીએ પોતાની ડાયરીમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની નોંધ કરી હતી, ત્યારે FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ સામે આવતા અનેક મોટા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે.
વડોદરામાં સામૂહિક દુષ્કર્મ મામલે હજુ પણ પોલીસના હાથ ખાલી છે. એક મહિના કરતા વધુ સમય વીતી ગયા પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. દુષ્કર્મની ઘટના બાદ ટ્રેનમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો અને તેનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયો પરથી હત્યા થઇ હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી.
PMમાં મોતનું કારણ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું સામે આવ્યું
નિષ્ણાંતોના મતે ગળુ દબાવ્યુ હોય તો ગોળ નિશાન પડે છે. પરંતુ ફાંસાના લીધે શ્વાસ રૂંધાવાથી યુવતીનું મોત નિપજયુ હોવાનો રિપોર્ટ આવી જતા હવે યુવતીની હત્યા કરવામાં આવી હોવાની શંકાને કોઇ સ્થાન રહેતુ નથી તેવુ રેલવે એસપી પરીક્ષીતા રાઠોડે જણાવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીયછે કે તાજેતરમાં જ વડોદરામાં સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં યુવતીના ફાંસો ખાધેલી હાલતમાં બતાવાઇ હતી. જેમાં યુવતીના પગ કોચની ફર્સને અડકેલા બતાવાયા હતા. વીડિયોને જોતા દરેકના મનમાં યુવતીની હત્યા કરી લટકાવી દેવામાં આવી હોવા તરફ શંકા દર્શાવાઇ હતી. જોકે હવે યુવતીએ આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ થઇ ગયુ છે. યુવતીના શરીર પરના ઇજાના નિશાન તેની ઉપર દુષ્કર્મ તરફ ઇશારા કરે છે. જ્યારે યુવતીની ડાયરીમાંથી મળી આવેલું લખાણ તેમજ ઓરલ એવિડન્સના આધારે યુવતી ઉપર દુષ્કર્મ થયુ હોવાનુ જણાઇ રહ્યુ છે. જે દિશામા હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે