ZEE IMPACT : વિવાદ બાદ ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ તોડાવ્યો નર્મદાના નીરને ચીરતો રસ્તો
ભરૂચમાં નર્મદામાં પાળો બાંધવાના મુદ્દે થયેલા વિવાદ બાદ સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ રસ્તો તોડાવી દીધો છે. તેમમે પોતાના સુપરવાઇઝરને કહી રસ્તો તોડાવ્યો છે.
Trending Photos
ભરત ચુડાસમા/ભરૂચ :ભરૂચમાં નર્મદામાં પાળો બાંધવાના મુદ્દે થયેલા વિવાદ બાદ સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ રસ્તો તોડાવી દીધો છે. તેમમે પોતાના સુપરવાઇઝરને કહી રસ્તો તોડાવ્યો છે. કલેક્ટરના આદેશથી ભરૂચ મામલતદારે સ્થળે તાત્કાલિક તપાસ કરી હતી અને રસ્તો તોડવા આદેશ કર્યો હતો. જેથી આજે નદીને અવરોધી બનાવેલો રસ્તો તોડી પાડવામાં આવ્યો છે.
સુરતમાં પત્તાની જેમ તૂટી પડી 4 માળની ઈમારત, માંડ માંડ રહીશોને બહાર કઢાયા
ઉલ્લેખનીય છે કે, દેશના કહેવાતા સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ભરૂચ નજીક નર્મદા નદીની મધ્યમાં તેમના આકાર પામી રહેલા વૈભવી ફાર્મહાઉસને લઈ ગઈકાલે વિવાદમાં સપડાયા હતા. ભરૂચ ખાતે નર્મદા નદીની માધ્યમ આવેલા બેટ ઉપર વિશાળ પ્લે ગ્રાઉન્ડ અને વૈભવી સુવિધાઓથી સજ્જ આકાર પામી રહેલા ફાર્મ હાઉસ સુધી પહોંચવા નર્મદા નદીમાં પ્રવાહને ચીરી રસ્તો બનાવી દેવતા વિવાદ સર્જાયો છે. સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાના આ ફાર્મ હાઉસ માટે નર્મદા નદીમાં વિશાળ બેટ ઉપર તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે આ બાબત મીડિયામાં પ્રકાશમાં આવતા મામલતદારની ટીમ તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમજ તાત્કાલિક રસ્તા માટે નર્મદામાં ઉભા કરાયેલા અવરોધન દૂર કરવા આદેશ જારી કરાયા હતા.
એક તરફ, ડાઉન સ્ટ્રિમના હજારો લોકો પાણી માટે વલખા મારે છે ત્યાં બીજી તરફ વૈભવી જીવન માટે નદીના પ્રવાહમાં અવરોધનો મામલો ગંભીર બાબત છે. તેમ છતા તંત્ર આ બાબતને આડા કાન કરતુ હતુ. વૈભવી ડાયમંડ કિંગ આ રીતે નદીના પટને ચીરીને રસ્તો બનાવતા હોય, અને તંત્રને કાનોકાન ખબર ન પડે તેવું શક્ય જ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે