Amla Shots: ઠંડીમાં સવારે વાસી મોઢે આમળા શોટ્સ પીવાથી થઈ શકે છે આ 5 ફાયદા, જાણો બનાવવાની રીત
Amla Shots: આમળા શરીર માટે અમૃત સમાન ફળ છે. શિયાળામાં તાજા આમળા સરળતાથી મળી શકે છે. શિયાળઆમાં આમળાથી દિવસની શરુઆત કરશો તો શરીરને જબરદસ્ત ફાયદા થશે.
Trending Photos
Amla Shots: આમળા દેખાવમાં નાનકડું ફળ છે પરંતુ તે વિટામીન સી, ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટનો ખજાનો છે. શિયાળામાં તાજા આમળા સરળતાથી મળી રહે છે. આ આમળાનું સેવન કરવું ફાયદાકારક છે. આયુર્વેદમાં આમળાને અમૃત ગણાવવામાં આવ્યા છે. શિયાળામાં જો સવારે આમળા શોટ્સ પીને દિવસની શરૂઆત કરો છો તો તમને જબરદસ્ત ફાયદા જોવા મળે છે. આમળા શોટ્સ ઘરે સરળતાથી બની જાય છે. આજે તમને જણાવીએ આમળા શોટ્સ ઘરે કેવી રીતે બનાવવા ? અને તેને પીવાથી શું ફાયદા થાય છે ?
આમળા શોટ્સ પીવાથી થતા 5 ફાયદા
ઇમ્યુનિટી બુસ્ટ થશે
આમળા શોટ્સ પીવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. જેના કારણે ઇન્ફેક્શન અને સીઝનલ બીમારીઓથી બચાવ થાય છે. આમળામાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે.
પાચન સુધરે છે
આમળાનું સેવન કરવાથી ડાઇઝેશન સુધરે છે તેના કારણે કબજિયાત, ગેસ અને એસિડિટી મટે છે. આમળામાં ગુડ બેક્ટેરિયા હોય છે જે પાચનને સુધારે છે.
સ્કિન ક્લીયર થશે
આમળા શોટ્સ ત્વચા અને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલું વિટામીન સી ત્વચાના કોલેજનના ઉત્પાદનને વધારે છે અને ત્વચાને ડિટોક્સીફાય કરે છે.
વાળ માટે લાભ
આમળામાં એવા તત્વ હોય છે જે વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે. આમળા શોટ્સ નિયમિત પીવાથી ખરતા વાળ ઓછા થાય છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થાય છે.
વજન ઘટે છે
આમળા શોટ્સ મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. તે શરીરને ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે જેના કારણે વજન ઝડપથી ઘટે છે.
કેવી રીતે બનાવવા આમળા શોટ્સ ?
બે તાજા આમળાના ટુકડા કરી લેવા અને એક ઇંચનો આદુનો ટુકડો લેવો. આ બંને વસ્તુને થોડા પાણી સાથે મિક્સરમાં ક્રશ કરી લો. તૈયાર કરેલા મિશ્રણને ગાળીને તેમાંથી રસ કાઢી લો. હવે આ મિશ્રણમાં ચપટી, સંચળ અને મધ ઉમેરીને પી લેવું. રોજ સવારે તાજો રસ આ રીતે કાઢીને વાસી મોઢે પી લેવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે