Bad Breath Problem: મોઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો? અપનાવો આ સરળ ઉપાય, દૂર થઈ જશે સમસ્યા

જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો, ઘરેલું માઉથવોશનો ઉપયોગ કરી શકો છો. જે તમારા મોઢામાંથી આવનારી દુર્ગંધને રોકશે અને સાથે જ કોઈપણ જાતનું નુકસાન નહીં પહોંચાડે. 

Bad Breath Problem: મોઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો? અપનાવો આ સરળ ઉપાય, દૂર થઈ જશે સમસ્યા

નવી દિલ્લીઃ મોટાભાગના લોકો મોઢામાંથી આવતી દુર્ગંધની સમસ્યાથી પરેશાન હોય છે. મોઢામાં આવતી દુર્ગંધનું કારણ બેક્ટેરિયા હોય છે. જ્યારે આપણે જમીએ છીએ ત્યારે ભોજનના અમુક કણ દાંતોની વચ્ચે ફસાઈ જાય છે જેનાથી સડો થાય છે. અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. જેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. મેડિકલ ભાષામાં  આ સમસ્યાને હેલિટોસિસ કહેવાય છે. મોઢામાંથી આવતી દુર્ગંધ ઘણીવાર શર્મિંદગી મહેસૂસ કરાવે છે. આનાથી બચવા માટે લોકો બજારમાં ઉપલબ્ધ માઉથવોશનો ઉપયોગ કરે છે.  પરંતુ આ માઉથવોશમાં આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો, ઘરેલું માઉથવોશનો ઉપયોગ કરી શકો છો. જે તમારા મોઢામાંથી આવનારી દુર્ગંધને રોકશે અને સાથે જ કોઈપણ જાતનું નુકસાન નહીં પહોંચાડે. 

ઘરેલું માઉથવોશનો આવી રીતે કરો ઉપયોગઃ

1. લીંબુ પાણીઃ
લીંબુ પાણી ત મારા ઓરલ હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે. લીંબુમાં એન્ટીબેક્ટિરિયલ ગુણ હોય છે. સાથે જ વિટામિન સી પણ હોય છે. જે મોઢાની દુર્ગંધની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. એટલા માટે તમે એક કપ પાણી ઉકાળો અને તેમાં અડધું લીંબુ નીચવો. આ પાણીથી કોગળા કરો. એકવારમાં પાણી મોઢાની અંદર 30 સેકેન્ડ સુધી રાખો. અને તે બાદ કોગળો કરો. આવું દિવસમાં બેથી ત્રણ વખત કરો. 

2. લવિંગ અને તજઃ
લવિંગ અને તજ આ સમસ્યા સામે રામબાણ ઈલાજ છે. આ મોઢાની દુર્ગંધને દૂર કરે છે અને સાથે   દાંતમાં દુખાવો થતો હોય તો તેમાં પણ રાહત આપે છે. આનાથી માઉથવોશ બનાવવા માટે એક કપ પાણીમાં તજનું તેલ અને લવિંગના તેલના 10થી 15  ટીપા નાખો અને તે પાણીથી કોગળા કરો. જેનાથી લાભ થશે. 

3. ટી ટ્રી ઓયલ અને પિપરમિન્ટ ઓયલઃ
 ટી ટ્રી ઓયલ અને પિપરમેન્ટ ઓયલ પણ આ સમસ્યા સામે એક સારો ઉપાય છે. બજારમાં મળતાં માઉથવોશ પણ પિપરમિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તમે એક કપ ગરમ પાણીમાં બે-ચાર ટીપા પિપરમેન્ટ ઓયલ અને ટી ટ્રી ઓયલ નાખો અને તેનાથી કોગળા કરો. 

4. સિંધવ નમક અને બેકિંગ સોડાઃ  
તમે માઉથવોશ તરીકે બેકિંગ સોડા અને સિંધવ નમકનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે અડધા ગ્લાસ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા અને એટલું જ નમક મિક્સ કરો. આ પાણીમાં મોઢામાં રાખીને વારંવાર કોગળા કરો. તેનાથી બેક્ટેરિયા મરી જશે. અને મોઢામાં આવતી દુર્ગંધની સમસ્યામાંથી છુટકારો મળશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news