સવારે જાગો એટલે તમને પણ રોજ આવે છે ઉપરાઉપરી છીંક? જાણો તેનું કારણ
Sneeze In Morning: સામાન્ય રીતે શરદી થઈ હોય ત્યારે છીંક આવતી હોય છે પરંતુ શરદી વિના સવારના સમયે આવતી આવી છીંક પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. જોકે મોટાભાગના લોકો આ સમસ્યા પાછળનું કારણ જાણવા અને તેનું સમાધાન કરવાનું વિચારતા નથી અને આ તકલીફની અવગણના કરે છે.
Trending Photos
Sneeze In Morning: કેટલાક લોકો સવારે જાગે એટલે તેમને વારંવાર છીંક આવવા લાગે છે. છીંક આવવાની સાથે નાક લાલ થઈ જાય છે અને નાકમાં ખંજવાળ પણ આવે છે. આ સમસ્યા વારંવાર થાય છે તેના કારણે તકલીફ પણ વધી જાય છે. સામાન્ય રીતે શરદી થઈ હોય ત્યારે છીંક આવતી હોય છે પરંતુ શરદી વિના સવારના સમયે આવતી આવી છીંક પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. જોકે મોટાભાગના લોકો આ સમસ્યા પાછળનું કારણ જાણવા અને તેનું સમાધાન કરવાનું વિચારતા નથી અને આ તકલીફની અવગણના કરે છે. ત્યારે આજે તમને જણાવીએ કે વારંવાર આ રીતે છીંક આવવાનું શું કારણ હોય છે.
આ પણ વાંચો:
સવારે છીંક આવવાના કારણ
સવારે આવતી આવી છીંક નું કારણ એલર્જીક રાઈનાઈટીસ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને આ તકલીફ હોય છે તો તેના લક્ષણ તરીકે સવારના સમયે છીંક આવે છે.
જે વ્યક્તિને સાઇનસની તકલીફ હોય તેને પણ વારંવાર સવારે છીંક આવવા લાગે છે. ચીકાવવાની સાથે જ તેના ચહેરા પર સોજો નાક અને ગળામાં બળતરા વગેરે પણ થાય છે.
જો નાકમાં ડ્રાઇનેસ વધારે હોય ત્યારે પણ સવારના સમયે છીંક વધારે આવે છે. આવી તકલીફ એવા સમયે વધારે થાય છે જ્યારે રૂમનું વાતાવરણ શુષ્ક હોય. જેના કારણે નાકમાં ડ્રાઇનેસ વધી જાય છે અને સવારે છીંક આવવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે