ફ્રેન્ચ ફ્રાઇસ ખાવાનો શોખ પડી શકે છે ભારે, આ 2 ગંભીર બીમારીનો બની શકો છો શિકાર, નવા રિસર્ચમાં થયો ખુલાસો
French Fries Side Effects: ફાસ્ટ ફૂડ તરીકે આજકાલ ફ્રેન્ચ ફ્રાઇસને ખુબ પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ચટાકેદાર ફ્રેન્ચ ફ્રાઇસ શરીરમાં ગંભીર રોગનું કારણ બની શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ French Fries Side Effects: ફ્રેન્ચ ફ્રાઇસનું નામ સાંભળતા બાળકોની સાથે મોટા લોકોના મોઢામાં પણ પાણી આવવા લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી વચ્ચે ફ્રેન્ચ ફ્રાઇસ ખુબ લોકપ્રિય થઈ ગઈ છે. આ ફૂડ ડિશ સ્ટ્રીટ ફુડ તરીકે પણ ખુબ પસંદ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં પણ લોકો તેને ખાતા હોય છે. સ્વાદથી ભરપૂર ફ્રેન્ચ ફ્રાઇસ સ્વાસ્થ્ય માટે સારી નથી તે તો આપણે જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ફ્રેન્ચ ફ્રાઇસનું વધુ સેવન તમને એન્જાયટી અને ડિપ્રેશનના દર્દી બનાવી શકે છે. હાલમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.
શારીરિક રૂપથી ફ્રેન્ચ ફ્રાઇસને અનહેલ્ધી માનવામાં આવે છે પરંતુ તે મેન્ટલ હેલ્થને પણ પ્રભાવિત કરે છે. wionews.com ના સમાચાર પ્રમાણે ફ્રાઇડ ફૂડ ખાસ તરીકે ફ્રાઇડ પોટેટોથી એન્જાયટી અને ડિપ્રેશનનું જોખમ વધી જાય છે.
યુવાઓ થઈ શકે છે ડિપ્રેશનનો શિકાર
ફ્રેન્ચ ફ્રાઇસ ખાસ કરીને ફ્રાઇડ પોટેટો ફાસ્ટ ફુડ તરીકે યુવાનોમાં ખુબ લોકપ્રિય છે. અનહેલ્દી હોવા છતાં તેને ખાવામાં આવે છે. હાલમાં થયેલા રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ચીનમાં થયેલા આ રિસર્ચને પ્રોસિગિંડ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાન્યસ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (PNAS) માં પબ્લિશ કરવામાં આવી છે. તેમાં જાણવા મળ્યું કે ફ્રાઇડ ફૂડ આઇટ્સ તરીકે ફ્રાઇડ પોટેટોને સતત ખાવાથી ડિપ્રેશન અને એન્જાયટી થવાનું જોખમ વધી જાય છે.
રિસર્ચમાં સામે આવ્યું કે જે લોકો સતત ફ્રાઇડ ફૂડનું સેવન કરી રહ્યાં છે તેનામાં ફ્રાઇડ ફૂડ ન ખાતા લોકોના મુકાબલે એન્જાયટી ઈશ્યૂ 12 ટકા વધુ જોવા મળ્યો. તો ડિપ્રેશન 17 ટકા વધુ જોવા મળ્યું છે. આ લિંક યુવા ગ્રાહકોમાં વધુ સ્પષ્ટ રીતે જોવા મળી છે.
11 વર્ષમાં થયા રિસર્ચ
નિષ્ણાંતો પ્રમાણે રિસર્ચ શરૂઆતી તબક્કામાં છે, પરંતુ તે સ્પષ્ટ થઈ ચુક્યુ છે કે ફ્રાઇડ ફૂડ્સ મેન્ટલ હેલ્થને પ્રભાવિત કરી શકે છે. સ્ટડી દરમિયાન 140, 728 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા અને 11 વર્ષ 3 મહિના સ્ટડી કરવામાં આવી. શરૂઆતી બે વર્ષની સ્ટડી બાદ ડિપ્રેશન ડાઇન્ગોઝ થનાર પાર્ટિસિપેન્ટ્સને હટાવ્યા બાદ, એન્જાયટીના કુલ 8,294 અને ડિપ્રેશનના 12735 કેસ સામે આવ્યા. સ્ટડીમાં સામે આવ્યું કે જે પાર્ટિસિપેન્ટ્સ દરરોજ ફ્રાઇડ ફૂડની એકથી વધુ સર્વિંગ લઈ રહ્યાં હતા તેમાં યુવા, ખાસ કરીને યુવા પુરૂષ જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે