Water Intake: ભોજનની સાથે તમે પણ પીવો છો પાણી? નુકસાન જાણીને છોડી દેશો આ આદત
Drinking Water During Eating: પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ જો આ કામમાં પણ બેદરકારી રાખવામાં આવે તો નુકસાન થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Why We Should Not Drink Water While Eating: આપણા સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રહેશે, તે આપણે ખોરાક કેવી રીતે ખાઈએ છીએ તેના પર પણ ઘણી હદ સુધી આધાર રાખે છે. કેટલાક લોકોને જમતી વખતે પાણી પીવાની ટેવ હોય છે કારણ કે તે તેમને ચાવવામાં સરળતા રહે છે. તમને લાગે છે કે તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ ક્યાંક તમે તમારું જ નુકસાન કરી રહ્યા છો. ભારતના પ્રખ્યાત ન્યુટ્રિશન એક્સપર્ટ નિખિલ વત્સે જણાવ્યું કે શા માટે આપણે કોઈપણ ભોજન દરમિયાન પાણી પીવાનું ટાળવું જોઈએ.
આ રીતે પાચન પ્રક્રિયા થાય છે
જમતી વખતે પાણી કેમ ન પીવું જોઈએ તે માટે પહેલા આપણે પાચનની પ્રક્રિયાને સમજવી પડશે. વાસ્તવમાં, ખોરાક મોંમાં જતાની સાથે જ તમે તેને ચાવવાનું શરૂ કરો છો અને પછી તમારી ગ્રંથીઓ લાળ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. આપણી લાળમાં ઉત્સેચકો હોય છે જે ખોરાકને તોડી નાખે છે. આ પછી, આ ઉત્સેચકો પેટમાં એસિડિક ગેસ્ટ્રિક જ્યુસ સાથે ભળી જાય છે અને જાડા પ્રવાહી બનાવવાનું શરૂ કરે છે. આ પ્રવાહી નાના આંતરડામાંથી પસાર થાય છે અને પોષક તત્વોને શોષવાનું શરૂ કરે છે.
પાણી પીવાથી પાચન તંત્ર પર શું થાય છે અસર
જો તમે નિયમિત રૂપથી પાણી પીવો છો તો તેનાથી ન માત્ર તમારી બોડી હાઇડ્રેટ રહે છે, પરંતુ પાચન તંત્ર પણ સારૂ થાય છે, પરંતુ ભોજન કરવા સમયે પાણી પીવુ સારૂ નથી કારણ કે ભોજનની સાથે લિક્વિડ આપણા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.
ઘણા લોકો વચ્ચે આ મિથક ફેલાયેલું છે કે પાણી પીવાથી પેટના એસિડ અને ડાઇજેસ્ટિવ એન્ડાઇમ્સ પાતળા થઈ જાય છે, જેનાથી પાચનમાં સરળતા રહે છે, પરંતુ આ વાત અસત્ય છે. ભોજનની સાથે પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં સમસ્યા આવે છે. તેનું વધુ એક નુકસાન છે કે તમારૂ પેટ નિકળે છે અને ધીમે ધીમે તમે જાડા થવા લાગો છો, જેનાથી તમારી બોડીનો શેપ ખરાબ થઈ જાય છે.
ભોજનના કેટલા સમય બાદ પાણી પીસો?
સામાન્ય રીતે ઘણા હેલ્થ નિષ્ણાંત સહાલ આપે છે કે ભોજન બાદ તત્કાલ પાણી પીવાથી બચવું જોઈએ. તમે ભોજનના અડધા કલાક બાદ પાણી પીવો તો તે શરીર માટે ખુબ સારૂ રહેશે. તેનાથી તમારૂ સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે અને પાચનતંત્ર મજબૂત બનશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તમે કોઈ સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે