રોજ ઘઉંની રોટલી ખાતા હોવ તો સાવધાન...જાણો કઈ બીમારીઓનું ઘર બની શકે છે તમારું શરીર

આ લેખમાં અમે તમને રોજ ફક્ત રોટલી ખાવાથી જ કેટલું નુકસાન થાય છે તેના વિશે જણાવીશું. લાંબા સમય સુધી સતત ઘઉંની રોટલી ખાવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે તે ખાસ જાણો. 

રોજ ઘઉંની રોટલી ખાતા હોવ તો સાવધાન...જાણો કઈ બીમારીઓનું ઘર બની શકે છે તમારું શરીર

દેશના અનેક ભાગોમાં રોટલી ખાવાનું ચલણ વધુ જોવા મળે છે. ગુજરાતમાં પણ અનેક ઘરોમાં રોજ ઘઉંની રોટલી કે ભાખરી બનતા હોય છે. પરંતુ રોજ રોટલી ખાવી એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં તે જાણવું પણ જરૂરી છે. આ લેખમાં અમે તમને રોજ ફક્ત રોટલી ખાવાથી જ કેટલું નુકસાન થાય છે તેના વિશે જણાવીશું. લાંબા સમય સુધી સતત ઘઉંની રોટલી ખાવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે તે ખાસ જાણો. 

રોજ રોટલીનું સેવન
રોજ રોટલી ખાવી એ સ્વાસ્થ્ય માટે સારી વાત નથી. તેનાથી અનેક નુકસાન થઈ શકે છે. રોટલીના લોટમાં પોષક તત્વો મળી આવે છે પરંતુ રોજ તેનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. 

ડાયાબિટીસ
ઘઉંની રોટલીમાં ગ્લૂટેન મળી આવે છે જે શરીરમાં બ્લડ શુગર વધારી શકે છે. જેના કારણે ડાયાબિટીસનું જોખમ રહે છે. જો તમે સતત ઘઉંની રોટલી ખાતા હોવ તો તે સ્વાસ્થ્ય માટે સારી વાત નથી. મૌસમ પ્રમાણે ઘઉંની જગ્યાએ બીજા લોટની પણ રોટલી ખાવી જોઈએ. 

પાચન તંત્ર
રોજ ઘઉંની રોટલી ખાવાથી પાચન ક્રિયામાં સમસ્યા આવી શકે છે. ઘઉંમાં રહેલા ગ્લૂટેનને કારણે તેને પચાવવું મુશ્કેલ બને છે. રોજ ઘઉંની રોટલી ખાવાથી ગેસની પણ સમસ્યા થઈ શકે છે. 

વજન વધવું
ઘઉંમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સથી શરીરમાં કેલરીનું ઈનટેક વધે છે જેના કારણે મોટાપાની સમસ્યા આવવા લાગે છે. રોજ ઘઉંના લોટનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલની પણ સમસ્યા થઈ શકે છે. 

તો પછી શું ખાવું?
ઘઉંના લોટની જગ્યાએ તમે રાગી, બાજરા, જવ અને મકાઈના લોટની રોટલા, રોટલી કે ભાખરીનું પણ સેવન કરી શકો છો. મિલેટ્સ ઘઉંના લોટ માટે બેસ્ટ રિપ્લેસમેન્ટ છે. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news