Goond: શિયાળામાં ડાયટમાં સામેલ કરો ગુંદ, દવા વિના મટશે આ 3 બીમારી, શરીરની શક્તિ વધશે અને એનર્જી મળશે

Goond: શિયાળો શરુ થાય એટલે ડાયટમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ થવા લાગે છે. જેમાંથી એક છે ગુંદ. ગુંદનો ઉપયોગ વસાણા બનાવવા માટે થતો હોય છે. આ ગુંદને તમે ડાયટમાં સામેલ કરો છો તો શરીરની શક્તિ વધે છે અને શરીરને એનર્જી મળે છે.

Goond: શિયાળામાં ડાયટમાં સામેલ કરો ગુંદ, દવા વિના મટશે આ 3 બીમારી, શરીરની શક્તિ વધશે અને એનર્જી મળશે

Goond: જો શિયાળામાં હેલ્ધી રહેવું હોય તો ડાયટમાં પોષક તત્વથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. શિયાળામાં શરીરને ઊર્જા અને ગરમી મળે તેવી ગરમ વસ્તુઓનું સેવન વધારે કરવામાં આવે છે. શિયાળામાં અલગ અલગ પ્રકારના વસાણા પણ ખવાય છે. અલગ અલગ પ્રકારના વસાણામાં ગુંદનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. શિયાળામાં સૌથી વધારે વપરાતો ગુંદ શરીર માટે ફાયદાકારક છે. 

ગુંદમાં ઉચ્ચ માત્રામાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. સાથે જ તેમાં વિટામિન અને મિનરલ્સ પણ હોય છે. શિયાળામાં ગુંદ ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા સુધરે છે. આ સિવાય શરીરને ઘણા બધા ફાયદા થાય છે જેના વિશે આજે તમને જણાવીએ. 

શિયાળામાં ગુંદ ખાવાથી થતા ફાયદા 

1. ગુંદમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી હાડકા મજબૂત થાય છે અને સાંધાને પણ મજબૂતી મળે છે. જે લોકોને સાંધાના દુખાવા રહેતા હોય તેમણે ગુંદ ખાવો જ જોઈએ. 

2. ગુંદ ખાવાથી શરીરને બહાર સંક્રમણ અને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. 

3. ગુંદ પાચનતંત્રને પણ મજબૂત કરવાનું કામ કરે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમના માટે પણ ગુંદ ફાયદાકારક છે. ગુંદ ખાવાથી એસિડિટી અને પેટની બળતરાથી પણ રાહત મળે છે. 

4. ગુંદનું સેવન કરવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જાય છે. શરીરમાં રહેલા ટોક્સિનને બહાર કાઢવામાં સહાયક સાબિત થાય છે. તેનાથી પેટ અને આંતરડામાં તાજગી બની રહે છે 

કેવી રીતે ખાવો ગુંદ ? 

શિયાળામાં ગુંદથી થતા ઉપર જણાવેલા ફાયદા મેળવવા હોય તો ગુંદને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ગાળી લેવુ અને ખાલી પેટ તેને પી લેવું. ગુંદને તમે દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકો છો. આ સિવાય અલગ અલગ પ્રકારના વસાણામાં પણ તેને તળીને ઉમેરીને તેનું સેવન કરી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news