વરસાદી વાતાવરણમાં શું ખાવાથી નુકસાન થાય છે અને શું ખાવાથી ફાયદો, જાણો અહીં

ચોમાસાની સિઝનમાં આપણા પાચન તંત્ર પર અસર થાય છે. ઈમ્યૂન સિસ્ટમ નબળું થઈ જાય છે. જેના કારણે તાવ, ખાંસી અને ફ્લૂની સમસ્યા વધી જાય છે. સાથે જ બેક્ટિરિયા અને ફંગસ ઈન્ફેક્શનનો ખતરો પણ વધે છે. એટલા માટે વરસાદી સિઝનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

Trending Photos

વરસાદી વાતાવરણમાં શું ખાવાથી નુકસાન થાય છે અને શું ખાવાથી ફાયદો, જાણો અહીં

ચોમાસાની સિઝનમાં આપણા પાચન તંત્ર પર અસર થાય છે. ઈમ્યૂન સિસ્ટમ નબળું થઈ જાય છે. જેના કારણે તાવ, ખાંસી અને ફ્લૂની સમસ્યા વધી જાય છે. સાથે જ બેક્ટિરિયા અને ફંગસ ઈન્ફેક્શનનો ખતરો પણ વધે છે. એટલા માટે વરસાદી સિઝનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આર્યુર્વેદમાં કહેવાયું છે કે, જો મોસમ મુજબ ડાયટ લેવામાં આવે છે તો મોસમી બિમારીઓથી છુટકારો મળે છે. ત્યારે આજે અમે તમને મોન્સૂન ટાયટ વિશે જણાવીશું. મોન્સૂનમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ.

લીલા શાકભાજી ન ખાવઃ
વરસાદની સિઝનમાં પાલક, મેથી, રિંગણ, કોબીજ જેવી શાકભાજી ન ખાવી જોઈએ. કેમ કે, આ સિઝનમાં આવી શાકભાજીમાં કીડા અને બેક્ટિરિયા થઈ જાય છે. એટલે તેને ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. આ સાથે ફળને કાપતાની સાથે જ ખાઈ લો તેને પડ્યા ન રાખો.

ડેરી પ્રોડક્ટને અવોઈડ કરોઃ
વરસાદની સિઝનમાં દૂધ, દહીં, પનીર, છાસ સહિતની ડેરી પ્રોડક્ટ ન ખાવાની સલાહ અપાઈ છે. આ મોસમમાં પાચનતંત્ર કમજોર થઈ જાય છે. માટે આ સિઝનમાં આવી ચીજવસ્તુઓ ડાયજેસ્ટ નથી થઈ શકતી. આ સાથે કફની સમસ્યા પણ વધી જાય છે. એટલા માટે મોન્સૂનમાં ડેરી પ્રોડક્ટ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. જો દૂધ પીવું હોય તો થોડું ગરમ કરીને તેમાં હળદર નાખીને પીવો.

ફિશ અને પ્રોન્સથી ફૂડ પોઈઝનિંગનો ખતરોઃ
મન્સૂનમાં ફિશ, પ્રોન્સ અને અન્ય સમુદ્રી જીવનું સેવન ન કરવું. કેમ કે, આ સમય તેમના પ્રજનન હોય છે. આ સાથે વરસાદમાં પાણી પ્રદૂષિત થઈ જાય છે. તેવામાં આનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

બહારના ફૂડથી પેટ થાય છે ખરાબઃ
ટિક્કી, ગોલગપ્પા ચાટ, પકોડા, સમોસા વગેરે પણ વરસાદમાં ન ખાવું જોઈએ. આ ચીજવસ્તુઓ ભારે પડે છે અને પેટની સમસ્યા થઈ શકે છે. વરસાદની સિઝનમાં ઓયલી અને સ્પાઈસી ફૂડથી દૂર રહેવું જોઈએ.

આ વસ્તુઓથી થશે ફાયદોઃ
કારેલા, લીમડો, દૂધ, હળદર, મેથી, રાય, કાળી મિર્ચ, લવિંગ, આદુ સહિતની ચીજવસ્તુઓને પોતાના ડાયટમાં શામેલ કરો. આ ચીજવસ્તુઓ ખાવાથી શરીરમાં વિષૈલે તત્વ બહાર નીકળશે અને શરીર ઘણા પ્રકારની બિમારીઓ અને સંક્રમણથી બચાવશે. આ સિવાય ઘરમાં તાજુ જમવાનું બનાવીને જ ખાવ. પાણી પણ સ્વચ્છ છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખો. વરસાદમાં પાણી જલદી દૂષિત થઈ જાય છે માટે ઈન્ફેક્શનનો રિસ્ક વધી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news