ખરતા વાળથી મેળવો છુટકારો, વાળ થશે કાળા અને ઘટ્ટ; આ તેલથી કરો માલિશ
જો તમે ખરતા વાળથી પરેશાન છો અથવા તમારા વાળને લાંબા કરવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે
Trending Photos
નવી દિલ્હી: જો તમે ખરતા વાળથી પરેશાન છો અથવા તમારા વાળને લાંબા કરવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સરસવનું તેલ તમારી મદદ કરી શકે છે, કેમ કે સરસવના તેલનો ઉપયોગ માત્ર ખાવાનું બનાવવા માટે જ નહીં પરંતુ તેનો ઉપયોગ વાળને કાળા-ઘટ્ટ અને સુંદર બનાવવા માટે પણ કરવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર સરસવનું તેલ નીરસ અને પાતળા વાળ માટે સૌથી વધારે ઉપયોગી છે.
સરસવના તેલમાંથી મળે છે આ પોષક તત્વ
સરસવના તેલમાં આયર્ન, વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે વાળને પોષણ આપે છે.
વાળ માટે કેવી રીતે ખાસ છે સરસવનું તેલ
નિષ્ણાતોનું કહેવું છે કે સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ ખરતા ઓછા થશે. વાળ ખરવાનું અને નિર્જીવ વાળનું સૌથી મોટું કારણ માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ બગડવું છે. આવી સ્થિતિમાં સરસવનું તેલ લગાવવાથી રક્ત પરિભ્રમણ બરાબર રહે છે. ચાલો નીચે સમાચારમાં જાણીએ તેના ઉપયોગની રીત અને જબરદસ્ત ફાયદા.
આ રીતે કરો વાળમાં સરસવના તેલનો ઉપયોગ
- શેમ્પૂ કરતા પહેલા હાથ પર થોડું સરસવનું તેલ લઈને હથેળીઓ વચ્ચે ઘસો.
- હવે હૂંફાળું તેલ વાળના મૂળ સુધી લગાવો.
- થોડા સમય માટે વાળમાં તેલથી માલિશ કરો.
- 1 કલાક પછી વાળને શેમ્પૂ કરો.
- સરસવનું તેલ તમારા વાળને નરમ અને મજબૂત બનાવશે.
સરસવના તેલથી વાળને મળતા અદ્ભુત ફાયદા
1. સરસવનું તેલ વાળ માટે કુદરતી કંડીશનર છે, જે વાળને જાડા અને સ્વસ્થ બનાવે છે.
2. સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ મુલાયમ, સિલ્કી અને જાડા બને છે.
3. સરસવના તેલથી વાળમાં માલિશ કરવાથી ડેન્ડ્રફથી છુટકારો મળે છે.
4. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, જે બેક્ટેરિયા અને ફૂગથી માથાની ચામડીનું રક્ષણ કરે છે.
5. સરસવના તેલમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ, બીટા-કેરોટીન, સેલેનિયમ વાળનો ગ્રોથ વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે