ઇમ્યૂનિટી વધારવા માટે કિવિ ખૂબ અસરકારક, પરંતુ પહેલા જાણી લો તેની આડઅસરો
આપણા શરીરની ઇમ્યૂનિટી માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ લાભ મેળવવા માટે, તેનું વધુ પડતું સેવન ન કરો. કારણ કે, તેનાથી લાભ મેળવવાને બદલે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. ચાલો આપણે કિવિ ખાવાની કેટલીક આડઅસર પણ જોઈએ.
Trending Photos
નવી દિલ્હી: ઇમ્યૂનિટી વધારવા માટે કિવિનું સેવન ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આપણા શરીરની ઇમ્યૂનિટી માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ લાભ મેળવવા માટે, તેનું વધુ પડતું સેવન ન કરો. કારણ કે, તેનાથી લાભ મેળવવાને બદલે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. ચાલો આપણે કિવિ ખાવાની કેટલીક આડઅસર પણ જોઈએ.
- સગર્ભા અથવા સ્તનપાન કરાવતી મહિલાઓએ કિવિનું વધારે સેવન કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તેનું સેવન કરતા પહેલા તેઓએ તેમના ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. કારણ કે તેના વધારે સેવનથી તેમના અને તેમના બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે.
- કોઈ પણ વસ્તુના અતિશય ઉપયોગથી નુકસાન થઈ શકે છે. એ જ રીતે, કિવિનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં એસિડ ઉત્પન્ન થાય છે. જેના કારણે ઉલટી અને ચક્કર આવવા અથવા ઝાડા થવાની સમસ્યા થઈ શકે છે.
- કેટલાક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે કિવિને ફરીથી ઓવરઇટિંગ કરવાથી શરીરમાં બળતરા થઈ શકે છે અથવા સ્કિન પર ફોલ્લીઓ થાય છે. તેથી જો તમને અસ્થમા અથવા એલર્જીની સમસ્યા હોય, તો તેનું સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો.
- જે લોકો દરરોજ મોટા પ્રમાણમાં કિવિનું સેવન કરે છે તેમને ડર્મેટાઈટિસ જેવી સ્કિન ડિસઓર્ડર થવાનું જોખમ હોઈ શકે છે.
- જે લોકો લેટેક્સ એલર્જીનો અનુભવ કરી રહ્યા છે, તેઓએ કિવિનું સેવનથી દૂર રહેવું જોઈએ. કારણ કે તે તેમની સમસ્યાને ગંભીર બનાવી શકે છે.
અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ ફૂડનું સેવનથી પહેલા તમારા ડોક્ટર અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ જરૂરથી લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે