Bajra Roti: ઘઉં છોડો આ અનાજની રોટલી ખાવા લાગો, યૂરિક એસિડને બહાર ફેંકી દેશે તમારું શરીર

Bajra Roti: જે લોકોને યૂરિક એસિડ હાઈ રહેતું હોય તેમણે ઘઉંનો લોટ છોડી આ અનાજના લોટની રોટલી ખાવી જોઈએ. આ અનાજ શરીરમાંથી યૂરિક એસિડને બહાર કાઢી નાખે એટલું ગુણકારી છે.

Bajra Roti: ઘઉં છોડો આ અનાજની રોટલી ખાવા લાગો, યૂરિક એસિડને બહાર ફેંકી દેશે તમારું શરીર

Bajra Roti: બદલાતી લાઈફસ્ટાઈલ અને અસંતુલિત આહારના કારણે યુરિક એસિડ વધી જવાની સમસ્યા રહે છે. યુરિક એસિડ વધી જાય તો શરીરમાં સાંધામાં દુખાવો અને અન્ય ગંભીર બીમારીનું કારણ બની જાય છે. જો કોઈપણ વ્યક્તિ યુરિક એસિડની સમસ્યાથી પરેશાન હોય તો તેને ઘઉંના લોટની રોટલીને બદલે બાજરાના લોટની રોટલી ડાયટમાં સામેલ કરવી જોઈએ. બાજરાની રોટલી યુરિક એસિડને કંટ્રોલ કરવાની સાથે અન્ય સ્વાસ્થ્ય લાભ પણ કરે છે. 

બાજરો એક પ્રાચીન અનાજ છે જે ફાઇબર, મેગ્નેશિયમ, આયરન અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. બાજરો પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે અને શરીરમાંથી ગંદકી બહાર કાઢવામાં મદદ કરે છે. બાજરામાં પ્યુરીનની માત્રા ઓછી હોય છે જેના કારણે યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે બાજરો આદર્શ વિકલ્પ બને છે. 

બાજરાની રોટલી અને યુરિક એસિડ 

ઘઉં કે અન્ય અનાજની રોટલીની સરખામણીમાં બાજરાની રોટલી ખાવી ફાયદાકારક એટલા માટે છે કે તે શરીરમાં યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. બાજરાની રોટલીમાં જે ફાઇબર હોય છે તે શરીરના એક્સ્ટ્રા યુરિક એસિડને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. તે કિડની ને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે જેના કારણે યુરિક એસિડને સરળતાથી શરીરમાંથી બહાર કાઢી શકાય. 

કેવી રીતે બનાવવી બાજરાની રોટલી ?

બાજરાની રોટલી બનાવી મુશ્કેલ લાગે છે પરંતુ જો તમે આ રીતે રોટલી બનાવશો તો સરળતાથી બની જશે. તેના માટે સૌથી પહેલા બાજરાના લોટમાં હૂંફાળું પાણી ઉમેરીને લોટ બાંધવો. આ લોટને 10 મિનિટ રેસ્ટ આપી પછી રોટલી બનાવવાથી તે સરળતાથી બને છે. આ રોટલીને કોઈપણ શાક સાથે ખાઈ શકાય છે. 

બાજરાની રોટલીના અન્ય ફાયદા 

બાજરાની રોટલી ફક્ત યુરિક એસિડને કંટ્રોલ કરે છે એવું નથી આ રોટલી વજન ઘટાડવામાં, ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં અને હૃદયની બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. બાજરાની રોટલી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news