Heart માટે દુશ્મન સમાન છે આ 4 વસ્તુઓ, આજથી જ ખાવાનું છોડો નહીં તો આવશે Heart Attack

Heart Attack Causes: હૃદય સંબંધિત બીમારીઓ માટે લોકોની જીવનશૈલી જ જવાબદાર હોય છે. કારણ કે લોકો ખાવાપીવાની ખરાબ આદતોને છોડતા નથી. હ્રદયની સમસ્યા સામાન્ય રીતે હાઈ કોલેસ્ટ્રોલથી શરૂ થાય છે. કોલેસ્ટ્રોલના કારણે નસોમાં બ્લોકેજ થાય છે તેના કારણે હૃદય પર પ્રેશર આવે છે. જેના કારણે અચાનક હાર્ટ એટેક પણ આવી શકે છે. 

Heart માટે દુશ્મન સમાન છે આ 4 વસ્તુઓ, આજથી જ ખાવાનું છોડો નહીં તો આવશે  Heart Attack

Heart Attack Causes: ભારતમાં હાર્ટના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. હૃદય સંબંધિત બીમારીઓ માટે લોકોની જીવનશૈલી જ જવાબદાર હોય છે. કારણ કે લોકો ખાવાપીવાની ખરાબ આદતોને છોડતા નથી. હ્રદયની સમસ્યા સામાન્ય રીતે હાઈ કોલેસ્ટ્રોલથી શરૂ થાય છે. કોલેસ્ટ્રોલના કારણે નસોમાં બ્લોકેજ થાય છે તેના કારણે હૃદય પર પ્રેશર આવે છે. જેના કારણે અચાનક હાર્ટ એટેક પણ આવી શકે છે. તેવામાં જો હાર્ટ એટેકથી બચવું હોય તો સૌથી પહેલા 4 વસ્તુઓ છે જેનું સેવન બંધ કરી દેવું જોઈએ. આ વસ્તુઓ હાર્ટ માટે દુશ્મન સમાન છે. 

આ પણ વાંચો:

1. સિગરેટ અને આલ્કોહોલ
એવું માનવામાં આવે છે કે સિગરેટ અને આલ્કોહોલ ફેફસાં અને લીવરને નુકસાન કરે છે. પરંતુ તેનાથી આપણા હૃદયને પણ નુકસાન થાય છે. જેના કારણે હાઈ બીપી, હાર્ટ ફેલ્યોર જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી આ ખરાબ આદતો છોડી દેવી જોઈએ.

2. કોલ્ડ ડ્રિંક્સ
ગરમીમાં લોકો સોફ્ટ ડ્રિંકનું સેવન વધારે કરતાં હોય છે પરંતુ તેમાં સોડાનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે આપણા હાર્ટને નુકસાન થાય છે. જે લોકો તેનું નિયમિત સોફ્ટ ડ્રિંક પીતા હોય છે તેમને હાર્ટ એટેકનું જોખમ અનેકગણું વધી જાય છે.

3. ઓઈલી ફુડ
ભારતમાં ઓઈલી ફુડનું ચલણ ઘણું વધારે છે, તે ટેસ્ટી લાગે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી. જેના કારણે બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે જે હાર્ટ એટેકનું જોખમ ઊભું કરે છે. 

4. પ્રોસેસ્ડ મીટ
આજકાલ પ્રોસેસ્ડ મીટનું ચલણ ઘણું વધી ગયું છે. ઘણીવાર લોકો પ્રોટીન મળે તે માટે મીટ ખાય છે પરંતુ પ્રોસેસ્ડ મીટ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનું કારણ બની શકે છે જે હાર્ટ એટેકનું કારણ બની જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news