Health Tips: રસોડાના આ 5 મસાલા ડેન્ગ્યુથી અપાવશે મુક્તિ, ઘર બેઠા થઈ જશે તાવનો ઈલાજ

Dengue Home Remedies: વાતાવરણ પણ સતત બદલતું રહે છે જેના કારણે પણ ડેન્ગ્યુ સહિતની બીમારી ઝડપથી વકરે છે. જોકે ડેન્ગ્યુ જેવી બીમારીને ઘર બેઠા દૂર કરવા માટે રસોડાના પાંચ મસાલા ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પાંચ મસાલા નો ઉપયોગ કરીને તમે ડેન્ગ્યુના લક્ષણોથી છુટકારો મેળવી શકો છો. 

Health Tips: રસોડાના આ 5 મસાલા ડેન્ગ્યુથી અપાવશે મુક્તિ, ઘર બેઠા થઈ જશે તાવનો ઈલાજ

Dengue Home Remedies: ડેન્ગ્યુના કેસ દિવસેને દિવસે વધતા જાય છે. ડેન્ગ્યુ ના લક્ષણ ની વાત કરીએ તો તેમાં તાવ આવવો સૌથી સામાન્ય લક્ષણ છે. ડેન્ગ્યુમાં વ્યક્તિની ઈમ્યુનિટી ખૂબ જ ઓછી થઈ જાય છે. જેથી સમયસર સારવાર કરવામાં આવે તો સ્થિતિ ગંભીર પણ બની જાય છે. વાતાવરણ પણ સતત બદલતું રહે છે જેના કારણે પણ ડેન્ગ્યુ સહિતની બીમારી ઝડપથી વકરે છે. જોકે ડેન્ગ્યુ જેવી બીમારીને ઘર બેઠા દૂર કરવા માટે રસોડાના પાંચ મસાલા ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પાંચ મસાલા નો ઉપયોગ કરીને તમે ડેન્ગ્યુના લક્ષણોથી છુટકારો મેળવી શકો છો. 

ડેન્ગ્યુની દવા જેવું કામ કરશે આ મસાલા

આ પણ વાંચો:

હળદર

હળદર આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેમાં ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં રહેલા વાયરસને મારવા મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ડેન્ગ્યુ જેવી બીમારીથી બચી શકાય છે.

આદુ

આ સમય દરમિયાન આદુનો ઉપયોગ કરવાથી પણ તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો. આદુનો ઉપયોગ તમે ભોજનમાં પણ કરી શકો છો. આદુમાં જીંજરોલ નામનું એન્ટી માઇક્રોબિયલ હોય છે. જે ડેન્ગ્યુથી લડવામાં મદદ કરે છે.

ઓરેગાનો

ઓરેગાનો નો ઉપયોગ સામાન્ય રીતે પીઝા કે પાસ્તામાં થાય છે પરંતુ શું તમને ખબર છે કે ઓરેગાનો ડેન્ગ્યુના ઇન્ફેક્શનને પણ દૂર કરવામાં મદદ કરે છે ? ડેન્ગ્યુના લક્ષણોને દૂર કરવા માટે ઓરેગાનો નો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો:

તજ

તજનો ઉપયોગ પણ ભોજનમાં અને ઘણી વખત ચામાં કરવામાં આવે છે. તજ એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી ડેન્ગ્યુ જેવી બીમારી સામે લડવામાં મદદ મળે છે.

લસણ

લસણનો ઉપયોગ નિયમિત ભોજનમાં તો કરવામાં આવતો હોય છે. પરંતુ લસણ આપણા શરીર માટે ઔષધી સમાન વસ્તુ છે. તેને ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને શરીરને બીમારી સામે લડવાની શક્તિ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news