દાંતના દુખાવા માટે રામબાણ છે આ મસાલો, ચાંદીની જેમ ચમકશે દાંત, દુખાવો રહેશે દૂર
Dalchini Benefits: સામાન્ય રીતે તજનો ઉપયોગ મસાલાના રૂપમાં કરવામાં આવે છે. પરંતુ આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે તજનો પ્રયોગ કરવામાં આવે છે. તજનો ઉપયોગ ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે.
Trending Photos
Benefits of Dalchini: તજ એક એવો મસાલો છે, જે લગભગ ભારતના દરેક રસોડામાં જોવા મળે છે. એવા ઘણા મસાલા છે જેનો ઉપયોગ સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ કરી શકાય છે. તેના દરરોજ ઉપયોગથી ઘણી બીમારીઓને દૂર કરી સકાય છે. તજના ઉપયોગથી વજન ઘટાડવાની સાથે-સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરી શકાય છે. આવો જાણીએ તજ કઈ રીતે સ્વાસ્થ્યને ફાયદા પહોંચાડે છે.
શરદી-ઉધરસ
બદલતા હવામાનની સાથે શરદી-ઉધરસ પરેશાન કરવા લાગે છે. મધની સાથે સવારે ખાલી પેટ તજનો પાઉડર પીવાથી શિયાળામાં લાભ મળે છે.
કબજીયાત
તજના ઉપયોગથી ગેસ, કબજીયાત અને અપચાની સમસ્યાથી રાહત મળે છે. તજને દૂધમાં મિક્સ કરી પીવાથી પાચનતંત્ર સારૂ થાય છે.
આંખ માટે
જેની આંખ નબળી છે તેના પાપણ પર તજનું તેલ લગાવવું જોઈએ, જેનાથી આંખની સમસ્યામાં લાભ મળે છે.
દાંતમાં દુખાવો
જેને દાંતની સમસ્યા છે કે દાંતમાં કોઈ પ્રકારની તકલીફ છે તેણે તજનો પ્રયોગ કરવો જોઈએ. તેના તેલને રૂની મદદથી દાંતો પર લગાવો, તેનાથી દાંતના દુખાવામાં આરામ મળશે. આ સિવાય તજના પત્તાને પીસી તેનું મંજન કરવાથી દાંત સાફ અને ચમકદાર થાય છે.
માથામાં દુખાવો
જો કોઈને માથામાં હંમેશા દુખાવો રહે છે તો તે લોકોએ તજનો જરૂર ઉપયોગ કરવો જોઈએ. તેના પાઉડરથી લેપ બનાવો અને માથામાં લગાવો. તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે. તજના તેલથી માલિશ કરવાથી શિયાળામાં થતાં દુખાવામાં રાહત મળે છે.
હાડકાંને મજબૂતી
તજમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે, જે હાડકાં મજબૂત બનાવવામાં મદદ કરે છે. તજનું સેવન કરવાથી હાડકાં નબળા પડતા બચાવી શકાય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા
બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં તજ ખુબ લાભકારી છે. સવારે ખાલી પેટ ગરમ પાણીમાં તજનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલું નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે