Walnuts: સ્વાસ્થ્ય માટે અમૃત છે અખરોટ, પણ આ 4 બીમારીના દર્દી માટે અખરોટથી ખરાબ બીજી કોઈ વસ્તુ નથી
Walnuts Side Effects: અખરોટ શરીર માટે અમૃત સમાન છે. અખરોટને પલાળીને ખાવાથી અનેક લાભ થાય છે. પરંતુ 4 સમસ્યા એવી છે જેમાં અખરોટ ખાવાનું ટાળવું જોઈએ. આ 4 સમસ્યા કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
Trending Photos
Walnuts Side Effects: અખરોટ એવું ડ્રાયફ્રુટ છે જેને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. તેને પલાળીને ખાવાથી શરીર અને મગજ બંનેને ફાયદો થાય છે. ખાસ તો અખરોટ યાદશક્તિ સુધારે છે એવું માનવામાં આવે છે. અખરોટ પાચન તંત્રને પણ દુરુસ્ત કરે છે. આ ડ્રાયફ્રુટ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપુર હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે.
અખરોટમાં ફાઈબર હોય છે જે પાચનમાં મદદ કરે છે. અખરોટમાં જરૂરી પોષકતત્વો અને વિટામિન હોય છે બોડીને હેલ્ધી રાખે છે. આટલા ફાયદા કરતું અખરોટ 4 બીમારીના દર્દી માટે ખરાબ છે. સ્વાસ્થ્ય માટે અમૃત સમાન અખરોટ 4 લોકો માટે ઝેર જેવું ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે આ લોકોને અખરોટ નુકસાન કરે છે.
પાચનની સમસ્યામાં
કેટલાક લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય છે. જેમકે ગેસ, એસિડિટી, અપચો વગેરે. આ પ્રકારની સમસ્યાઓમાં અખરોટ ખાવું નહીં. અખરોટમાં ફાઈબર વધારે હોય છે. જે પાચનની સ્થિતિને પ્રભાવિત કરી શકે છે. આ સિવાય ઈરિટેબલ બાઉલ સિંડ્રોમ હોય તેમણે પણ અખરોટ ખાવા નહીં.
સ્થૂળતા
જે લોકોનું વજન વધારે હોય તેમણે પણ રોજ અખરોટ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે અખરોટમાં કેલેરી અને ફેટ વધારે હોય છે જે વજન ઘટાડવાની પ્રક્રિયાને મુશ્કેલ કરી શકે છે.
કિડની સ્ટોન
જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે પણ અખરોટ ખાવાનું ટાળવું જોઈએ. અખરોટમાં ઓક્સાલેટ હોય છે. જે કિડની સ્ટોન બનવાની સંભાવનાને વધારે છે. જે લોકોને પથરી હોય તેમણે અખરોટ ખાવાનું ટાળવું જોઈએ.
યૂરિક એસિડ
અખરોટમાં પ્રોટીન અને પ્યૂરીન વધારે હોય છે. જે યૂરિક એસિડના સ્તરને વધારે છે. જે લોકોનું યૂરિક એસિડ વધારે રહેતું હોય તેમણે અખરોટ ખાવાનું ટાળવું જોઈએ. અથવા તો મર્યાદિત માત્રામાં ખાવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે