મને ચાલાકી નથી આવડતી...અદાણીનું સામ્રાજ્ય હચમચાવી નાખનારા હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડરનો ચોંકાવનારો નિર્ણય

જેના એક રિપોર્ટથી ગૌતમ અદાણીનું બિઝનેસ સામ્રાજ્ય હચમચી ગયું હતું અને ભારે નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો હતો તે હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડરે અચાનક એક એવો નિર્ણય લીધો કે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. જાણો કેમ  લીધો આ નિર્ણય?

મને ચાલાકી નથી આવડતી...અદાણીનું સામ્રાજ્ય હચમચાવી નાખનારા હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડરનો ચોંકાવનારો નિર્ણય

હિંડનબર્ગ રિસર્ચના સંસ્થાપક નાથન એન્ડરસને ચોંકાવનારો નિર્ણય લેતા કંપનીને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ એજ કંપની છે જેના એક રિપોર્ટે અદાણી ગ્રુપના હાજા ગગડાવી દીધા હતા. આ સાથે જ આખી દુનિયામાં તહેલકો મચાવી દીધો હતો. હવે હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડર નાથન એન્ડરસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને કંપની બંધ કરવાના પોતાના નિર્ણય અંગે જણાવ્યું છે. આ પોસ્ટમાં જાણે એન્ડરસને પોતાના જીવન રૂપી પુસ્તકને ખુલ્લું કરીને મૂકી દીધુ છે. 

ગત વર્ષે જ લઈ લીધો હતો નિર્ણય
નાથન એન્ડરસને પોતાની પોસ્ટમાં જણાવ્યું કે મે ગત વર્ષના અંતમાં જ પોતાના પરિવાર, મિત્રો અને અમારી ટીમ સાથે આ વાત શેર કરી હતી કે હું હિંડનબર્ગ રિસર્ચને બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યો છું. અમે જે વિચાર કે હેતુ નક્કી કર્યા હતા તેમને પૂરા કર્યા બાદ તેને ખતમ કરવાનું જ હતું. આજે અંતિમ મામલાઓને નિયામકો સાથે શેર કર્યા બાદ એ દિવસ આવી ગયો છે કે જ્યારે હું આખી દુનિયા સામે મારો આ નિર્ણય રજૂ કરી રહ્યો છું. 

સંઘર્ષ પણ અને સિદ્ધિઓ પણ
એન્ડરસને પોતાની આ ભાવુક પોસ્ટમાં પોતાના જીવનની સફર સમેટવાની કોશિશ કરી છે. તેમણે પોતાનો સંઘર્ષ પણ જણાવ્યો અને ઉપલબ્ધિઓ પણ રજૂ કરી. એન્ડરસને પોતાના શરૂઆતના સંઘર્ષોને યાદ કરતા જણાવ્યું કે મને શરૂઆતમાં એ ખબર નહતી કે શું કોઈ સંતોષકારક રસ્તો શોધવો સંભવ હશે, આ એક સરળ વિકલ્પ ન હતો, પરંતુ હું જોખમને આંકી શક્યો નહીં અને બહુ ઝડપથી આ કામ તરફ આકર્ષિત થયો. જ્યારે મે તે શરૂ કર્યું તો મને શંકા હતી કે શું હું તેના માટે સક્ષમ છું. કારણ કે મારી પાસે પરંપરાગત અનુભવ નહતો. મારા કોઈ સંબંધી આ ક્ષેત્રમાં નથી. હું એક સરકારી શાળામાં ગયો હતો. હું એક ચાલાક વિક્રેતા નથી. મને કયા કપડાં પહેરવા તે અંગે પણ ખબર નથી. હું ગોલ્ફ નથી રમી શકતો. હું કોઈ સુપરહ્યુમન નથી જે 4 કલાકની ઊંઘ લઈને કામ કરી શકે છે. 

— Hindenburg Research (@HindenburgRes) January 15, 2025

વગર પૈસે શરૂ કર્યું હિંડનબર્ગ
નાથને લખ્યું કે, પોતાની મોટાભાગની નોકરીઓમાં હું એક સારો કર્મચારી હતો પરંતુ મોટાભાગે મને નજરઅંદાજ કરાતો હતો. જ્યારે મે આ કામ શરૂ કર્યું તો મારી પાસે પૈસા નહતા. ગેટની બહાર નીકળતા જ 3 કેસ લાગ્યા બાદ મારી પાસે વધેલા પૈસા પણ ખતમ થઈ ગયા. જો મને વિશ્વ સ્તરના વ્હિસલબ્લોઅર વકીલ બ્રાયન વુડનું સમર્થન ન મળ્યું હોત, જેમણ મારા નાણાકીય સંસાધનોની કમી છતાં કેસને સંભાળ્યા, તો હું શરૂઆતમાં જ નિષ્ફળ ગયો હોત. મારું કામ એક નવજાત બાળક હતું અને તે સમયે મારે નિષ્કાસનનો સામનો કરવો પડી રહ્યો હતો. હું ડરેલો હતો. પરંતુ જાણતો હતો કે જો હું આગળ નહીં વધુ તો તૂટી જઈશ. મારી પાસે એકમાત્ર વિકલ્પ આગળ વધવાનો જ રહી ગયો હતો. 

નકારાત્મકતા આગળ ઝૂકવું સરળ
એન્ડરસને પોતાની પોસ્ટમાં આગળ એક મોટો સંકેત આપતા કહ્યું કે, નકારાત્મક વિચારો આગળ ઝૂકવું અને બીજાની સોચ પર વિશ્વાસ કરવો ખુબ સરળ છે, ખાસ કરીને ત્યારે જ્યારે ચીજો ખરાબ લાગે છે, પરંતુ તેમાંથી નીકળવું શક્ય છે. હું તેને લઈને ભાવુક હતો અને મે મારા ડર અને અસુરક્ષાઓ છતાં તેને આગળ વધવા દીધા અને પછી તે ધીરે ધીરે ગ્રો થવા લાગ્યા. એક એક કરીને અને કોઈ પણ ક્લિયર પ્લાનિંગ વગર અમે 11 અવિશ્વસનીય લોકોની એક ટીમ બનાવી. તેઓ બધા સ્માર્ટ, કેન્દ્રીત અને કામ કરવામાં મજેદાર છે. આમ તો તેઓ ખુબ વિનમ્ર છે પરંતુ જ્યારે આ ક્ષેત્રની વાત આવે છે ત્યારે તેઓ નિર્દયી બની જાય છે. મારી ટીમના લોકો વિશ્વ સ્તરીય કામ કરવા માટે સક્ષમ છે. 

અમે સામ્રાજ્ય હચમચાવી નાખ્યા
હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડરે કહ્યું કે અમે બધાએ સટીકતા અને પુરાવાઓ પર ફોક્સ કર્યું. અમે એવી લડાઈઓ લડી જે અમારામાંથી કોઈ પણ વ્યક્તિ કરતા ઘણી મોટી હોય છે. ફ્રોડ, ભ્રષ્ટાચાર અને નકારાત્મકતા આમ તો ભારે લાગે છે પરંતુ અમે તે કરી દેખાડ્યું. અમે અનેક સામ્રાજ્ય હચમચાવી નાખ્યા. અત્રે જણાવવાનું કે અદાણી ગ્રુપ પણ તેમાં સામેલ હતું. જેના વિરુદ્ધ હિંડનબર્ગના રિપોર્ટે ગ્રુપને ખુબ નુકસાન પહોંચાડ્યું. 

બંધ કરવાનો નિર્ણય વ્યક્તિગત
હિંડનબર્ગ રિસર્ચને બંધ કરાવાનો નિર્ણય વ્યક્તિ નિર્ણય છે અમ ફાઉન્ડર એન્ડરસને જણાવ્યું. તેમણે કહ્યું કે આ નિર્ણય પાછળ કોઈ ખાસ વાત નથી. ન તો કોઈ મોટો મુદ્દો છે. હજુ અમે આગામી 6 મહિના સુધી કામ કરીશું. જેમાં હું અમારા મોડલના દરેક પહેલુ અને અમે અમારી તપાસ કેવી રીતે કરીએ છીએ તેને ઓપન કરવા માટે સામગ્રી અને વીડિયોની એક શ્રેણી પર કામ કરવાની યોજના ઘડી રહ્યો છું. એન્ડરસને પોતાની આ પોસ્ટમાં મિત્રો અને આખી ટીમનો આભાર પણ માન્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news