30 દિવસમાં વજન ઘટાડવું હોય તો નાળિયેર પાણીમાં આ વસ્તુ ઉમેરી પીવાનું શરુ કરો
Weight Loss Drink: ગરમીના દિવસોમાં ડીહાઇડ્રેશનથી બચવું હોય તો પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સાથે છાશ, લીંબુ પાણી, જ્યુસ જેવી વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ. આ સિવાય એક એવી વસ્તુ પણ છે જેને દિવસ દરમિયાન તમે લઈ શકો છો અને તેનાથી શરીરને ખૂબ જ ફાયદા થશે. સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વજન ઝડપથી ઘટે છે.
Trending Photos
Weight Loss Drink: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ સમય દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવાની ખૂબ જ જરૂરિયાત હોય છે. જો આ સમય દરમિયાન શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો ડીહાઇડ્રેશન થઈ શકે છે. ડીહાઇડ્રેશનની અસર ઓવરઓલ હેલ્થ ઉપર પણ પડે છે. ગરમીના દિવસોમાં ડીહાઇડ્રેશનથી બચવું હોય તો પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સાથે છાશ, લીંબુ પાણી, જ્યુસ જેવી વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ. આ સિવાય એક એવી વસ્તુ પણ છે જેને દિવસ દરમિયાન તમે લઈ શકો છો અને તેનાથી શરીરને ખૂબ જ ફાયદા થશે. સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વજન ઝડપથી ઘટે છે. આ વસ્તુ છે નાળિયેર પાણી અને તકમરીયા. તકમરીયા કે જેને સબજા સીડ્સ પણ કહેવાય છે.
આ પણ વાંચો:
સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે એક ગ્લાસ નાળિયેર પાણીમાં એક ચમચી તકમરીયા પલાળીને પીવાથી વજન ઝડપથી ઘટે છે અને સાથે જ અન્ય ફાયદા પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં આ વસ્તુ પીવાથી કેટલા ફાયદા થાય છે.
ભૂખ ઓછી લાગે છે
તકમરીયા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી થાય છે. નાળિયેર પાણી સાથે તેને લેવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને શરીરમાં જતી કેલેરીનું પ્રમાણ પણ ઓછું થાય છે
શરીરને મળે છે ઠંડક
તકમરીયા નેચરલ બોડી કુલંટ છે. ઉનાળામાં નાળિયેરના પાણી સાથે તેને લેવાથી શરીરની ગરમી દૂર થાય છે અને પેટ સંબંધિત સમસ્યા મટે છે.
આંતરડા માટે ફાયદાકારક
નાળિયેર પાણીમાં તકમરીયા ઉમેરીને પીવાથી પાચનમાં સુધારો થાય છે તેનાથી આંતરડા પણ સ્વચ્છ રહે છે અને તેનું સ્વાસ્થ્ય સુધરે છે. જોકે તકમરીયા ને તમે ફક્ત નાળિયેરના પાણી સાથે જ નહીં પરંતુ છાશ, સત્તું અને તાજા ફળ સાથે પણ લઈ શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે