તરબૂચ છે તંદુરસ્તી માટે શ્રેષ્ઠ, પસંદગીમાં ભુલ કરશો તો પસ્તાશો

ઉનાળામાં શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે અને આરોગ્ય માટે યોગ્ય ગણાતા ફ્રૂટ વધુ ખાવામાં આવે છે.જેમાં ખાસ કરીને તરબૂચની માગ વધારે હોય છે.પરંતુ તરબૂચ કુદરતી રીતે પકવેલ હોય તો તેના લાભ થાય છે.જેથી તરબૂચને ઓળખવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ

તરબૂચ છે તંદુરસ્તી માટે શ્રેષ્ઠ, પસંદગીમાં ભુલ કરશો તો પસ્તાશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉનાળામાં શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે અને આરોગ્ય માટે યોગ્ય ગણાતા ફ્રૂટ વધુ ખાવામાં આવે છે.જેમાં ખાસ કરીને તરબૂચની માગ વધારે હોય છે.પરંતુ તરબૂચ કુદરતી રીતે પકવેલ હોય તો તેના લાભ થાય છે.જેથી તરબૂચને ઓળખવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ

તરબૂચ ખાવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થતું નથી.સાથે જ વજન પણ નિયંત્રિત રહે છે.તરબૂચ શરીરમાં પાણીની કમી નથી થવા દેતું સાથે અનેક બીમારીથી પણ તમને બચાવે છે.પરંતુ આજ કાલ માર્કેટમાં અન ઓર્ગેનિકરીત પકવેલા તરબૂચ વધારે મળતા હોય છે.જેથી તરબૂચની ઓળખ કરવી ખુબ જ જરૂરી છે.નહીં તો ઈન્જેક્શનથી પકવેલા તરબૂચ તમને બિમાર કરી શકે છે.

કુદરતી રીતે ખેતરમા પાકેલા તરબૂચને ઓળખવા તમામ લોકોને નથી આવડતું.ઘણા લોકો ઉતાવળમાં ચેક કર્યા વગર જ તરબૂચ ખરીદી લે છે.જેથી ક્યારેક ઈન્જેક્શનથી પકવલું તો ક્યારે કાચું કે અડધું પાકેલનું તરબૂચ આવી જતું હોય છે.જેથી આવો જાણીએ કે ઓર્ગેનિક અને પાકા તરબૂચની ઓળખ કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ

તરબૂચને લાલ કરવા ઈન્જેક્શનનો ઉપયોગ
એક અહેવાલ મુજબ તરબૂચને લાલ અને સ્વાદ વધારવા માટે કેમિકલ યુક્ત ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.જે તમારા શરીરી માટે હાનિકાર હોય છે. આવા તરબૂચ કાપીને જોશો તો અંદરથી લાલ દેખાશે.પરંતુ તેને ખાશો તો તેનો સ્વાદ મીઠો નહીં હોય. આવા નબળા, રાસાયણિકયુક્ત તરબૂચ ખાવાથી બીમાર પડી શકાય છે.ઇન્જેક્ટેડ તરબૂચ ખાવાથી પેટમાં દુઃખાવો અને ઉલટીની સમસ્યા થાય છે.

ત્રણ પદ્ધતિથી તરબૂચમાં થાય છે ગોલમાલ
તરબૂચને લાલ રંગ આપવા માટે એરિથ્રોસિનના ઇન્જેક્શન આપવામાં આવે છે.આ એક પ્રકારનો રંગ હોય છે જેને વધુ પ્રમાણમાં ખાવાથી ઘણા ગંભીર રોગોનું કારણ બની શકે છે.તો ઈન્જેક્ટેડ કરેલા તરબૂચના ડાઘ છુપાવવા અને ચમક વધારવા માટે તેની ઉપર મીણ કોટેડ કરવામાં આવે છે.જ્યારે તરબૂચનો કદ વધારવા માટે ઓક્સીટોસિન હાર્મોન ઈન્જેક્શનનો ઉપયોગ થાય છે.આવા ઈન્જેક્શન મહિલાઓ અથવા પ્રાણીઓને પ્રસુતિ દરમિયાન આપવામાં આવે છે.આ ત્રણ રીતે તરબૂચમાં ભેળસેળ કરી આરોગ્ય સાથે રમત થતી હોય છે.

એક ભાગે ઉપસેલો હોય તે તરબૂચ ન ખરીદો
તરબૂચ ખરીદથી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.તમે તરબૂચને હાથમા લઈને તપાસો.જેમાં તરબૂચ પર કોઈ લીટા કે કપાયેલા નિશાન અને એક તરફનો ભાગ ઉપસેલો હોય તો તેને ખરીદવાથી બચો. ઉગતી વખતે નિયમિત સૂર્યપ્રકાર અને પાણી ન મળતા તરબૂચમાં આવા લક્ષણો જોવા મળે છે.જેથી આવા તરબૂચ ખરીદવાથી બચવું જોઈએ

કદ પ્રમાણે તરબૂચનું વજન હોવું જોઈએ
તરબૂચના કદ અને વજનથી જાણી શકાય તે સારુ પાકેલું છે કે નહીં.જો તરબૂચના આકાર મુજબ તેનું વજન પણ હોય તો સમજી લો કે તે તરબૂચ યોગ્ય રીતે પાકેલું છે.અને મોટા કદના તરબૂચનું વજન ઓછું હોય તો તેને ન ખરીદવું.કેમ કે આવા તરબૂચમાં યોગ્ય પ્રમાણમાં પાણી નથી હોતું.

પીળો ધબ્બો આપે પાકેલા તરબૂચની ઓળખ
તડબૂચના એક ભાગમાં પીળો ધબ્બો અથવા ડાઘ હોય તો સમજી લો કે તે યોગ્ય રીતે પાકેલું છે.આ ડાગ જેટલો ઘાટો હશે તેટલું વધારે સારૂ.અને જો તરબૂચ પર સફેદ રંગનો ડાઘ હોય કે બીલકુલ ડાગ ન હોય તો સમજી લો કે તે પાક્યા પહેલા જ તોડી લેવામાં આવ્યું છે.અને બાદમાં ઈન્જેક્શન આપી તેને પકવેલું છે.જેથી તરબૂચ ખરીદતી વખતે ખાસ પીળા રંગના ડાઘ વાળા તરબૂચ જ પસંદ કરો.

રંગ લાલ અને ચળકાટ ઓછી હોવી જોઈએ
એક આદર્શ તરબૂચનો રંગ લાલ હોવું જોઈએ.પરંતુ તે ખુબ ચમકતું ન હોવું જોઈએ.કેમ કે જો તરબૂચ ખુબ ચમકતું હોય તો તે અકુદરતી રીતે પકવેલું હોય શકે છે.જેથી લાલ રંગનું અને ઓછી ચળકાટ ધરાવતું તરબુચ જ ખરીદો.અને તરબૂચને આંગળીથી ટકોરા કરી ચેક કરો.જો તરબૂચનો અવાજ ભારે આવે તો તે પાકેલું તબૂચ હોય શકે છે.અને જો તરબૂચ કાચુ હશે તો થપથપનો અવાજ આવશે.

ઈન્જેક્શનથી પકવેલા તરબૂચને કેવી રીતે ઓળખવા
ઈન્જેક્શનથી પકવેલા તરબૂચ ચારે બાજુથી એકસરખા દેખાશે.સાથે તેને કાપશો તે અંદરથી એકસરખું લાલ રંગ  નહીં દેખાય.જે ભાગમાં કેમિકલ વધારે હશે તે વધારે પાકેલો દેખાશે.અને આવા તરબૂચ ખાશો તો પાણી જેવો સ્વાદ આવશે.સાથે કેમિકલથી પકવેલા તરબૂચ અંદરથી ઢીલા પડી ગયેલા હશે.જેથી એકસરખા લાલ અને નકોર તરબૂચ જ ખાવા હિતાવહ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news