જો પરિવારમાં કોઈ કોરોના સંક્રમિત છે તો સરકારી કર્મચારીને 15 દિવસની મળશે 'સ્પેશિયલ લીવ'
કેન્દ્ર સરકારના બધા કર્મચારીઓને તેના માતા-પિતા કે પરિવારના કોઈ Dependant સભ્ય કોવિડથી સંક્રમિત થવાની સ્થિતિમાં 15 દિવસની સ્પેશિયલ રજા (SCL) મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના બધા કર્મચારીઓને તેના માતા-પિતા કે પરિવારના કોઈ Dependant સભ્ય કોવિડથી સંક્રમિત થવાની સ્થિતિમાં 15 દિવસની સ્પેશિયલ રજા (SCL) મળશે. કર્મચારી મંત્રાલય (Personnel Ministry) દ્વારા આ બાબતનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ACL ખતમ થયા બાદ પણ લઈ શકે છે રજા
જો ACLપૂરી થઈ જાય એટલે કે 15 દિવસ બાદ પણ પરિવારના કોઈ સભ્ય સંક્રમિત છે કે હોસ્પિટલમાં દાખલ છે તો સરકારી કર્મચારીઓને હોસ્પિટલમાંથી રજા મળવા સુધી રજાને વધારી શકાય છે. તો એક અન્ય નિર્ણયમાં કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત ભારત સરકારના અલગ-અલગ મંત્રાલયમાં કામ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ મોટી રાહત આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ શું હવે કોંગ્રેસ નેતા મિલિંદ દેવડા ભાજપમાં સામેલ થશે? ટ્વિટર પર કરી ગુજરાત સરકારની પ્રશંસા
બધા મંત્રાલયોને નિર્દેશ જારી
લૉકડાઉનને કારણે અનેક કર્મચારીએ ઘરે રહેવાનો વારો આવ્યો હતો. હવે આવા કર્મચારીઓને 1 એપ્રિલથી 30 જૂન 2021ની સુધીનો પૂરો પગાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે આવા બધા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારી જે કોરોનાની બીજી લહેર દરમિયાન ઘરે હતા તેને ઓન ડ્યૂટી માનવામાં આવશે. બધા મંત્રાલયોને કેન્દ્ર સરકાર તરફથી નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.
કર્મચારી સંક્રમિત તો 20 દિવસની રજા
મંત્રાલયે કોવિડ મહામારી દરમિયાન સારવાર, હોસ્પિટલમાં દાખલ, આઇસોલેશન વગેરે વિશે વિસ્તૃત આદેશ જારી કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓની સામે આવતી મુશ્કેલીને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સરકારી કર્મચારી કોરોનાથી સંક્રમિત થાય છે અને તે ઘરમાં આઇસોલેશન કે અન્ય જગ્યાએ ક્વોરેન્ટાઈન છે તો તેને 20 દિવસની રજા આપી શકાય છે .
આ પણ વાંચોઃ
એવું તો શું થયું કે રાહુલ ગાંધીના ચાર ખાસ મિત્રો માંથી બે સાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા? બીજા બે મિત્રો પણ છે નારાજ
20 દિવસથી વધુ જરૂર પડે તો ચિંતા નહીં
કેન્દ્ર સરકારે બધા મંત્રાલયને જારી આદેશમાંક હ્યું કે, જો કોવિડ સંક્રમિત કર્મચારીને 20 દિવસ બાદ પણ હોસ્પિટલમાં રાખવાની જરૂર પડે છે તો તેને આ સંબંધમાં દસ્તાવેજી પૂરાવાના આધાર પર રજા મળશે. આ આદેશ પ્રમાણે જો કોઈ સરકારી કર્મચારીના માતા-પિતા કે કોઈ આશ્રિત પરિવારનો સભ્ય કોરોનાથી સંક્રમિત થાય તો 15 દિવસની સ્પેશિયલ રજા મળશે.
ઘર પર છો તો વર્ક ફ્રોમ હોમ ગણવામાં આવશે
આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ કર્મચારી કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે અને ઘરમાં આઇસોલેટ છે તો તેને 7 દિવસ માટે ડ્યૂટી/વર્ક ફ્રોમ હોમ માનવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે