લોકસભા ચૂંટણી બેલેટ પેપરથી કરાવવા વિપક્ષ એકત્ર થઇ ચૂંટણી પંચને મળશે
17 વિપક્ષી પાર્ટીઓ મળીને દેશના ચૂંટણી પંચની મુલાકાત કરશે અને આગામી લોકસભા ચૂંટણી ઇવીએમના બદલે બેલેટ પેપરથી થાય તેવી માંગ કરશે
Trending Photos
નવી દિલ્હી : ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ની વિશ્વસનીયતા અંગે વિપક્ષી દળ શરૂઆતથી જ સવાલિયા નિશાન લગાવતા આવી રહ્યા છે. આવતા વર્ષે 2019માં લોકસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે અને ચૂંટણી પંચ આ ચૂંટણીમાં 100 ટકા વીવીપીએટીના ઉપયોગની કવાયદમાં જોડાયેલું છે, એવામાં એક-બે નહી પરંતુ 17 વિપક્ષી દળોએ મુખ્ય ચૂંટણી પંચ સાથે મળીને આગામી સામાન્ય ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરાવવાની માંગ કરશે.
સત્તારૂઢ ભાજપની વિરુદ્ધવિપક્ષી એકતાને મજબુત કરવાના પ્રયાસ હેઠળ તૃણમુલ કોંગ્રેસ સહિત 17 રાજનીતિક દળ આ માંગણી સાથે ચૂંટણી પંચનો સંપર્ક કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ ચૂંટણી પંચને અપીલ કરશે કે 2019ની લોકસભા ચૂંટણી મતપત્રથી કરાવવામાં આવે. 17 વિપક્ષી દળ આ યોજના અંગે ચર્ચા કરવા માટે આગામી અઠવાડીયે બેઠક કરશે.
તૃણમુલ નેતા ડેરક ઓ બ્રાયને કહ્યું કે, આ એક એવો કેસ છે જેના પર તમામ વિપક્ષી દળ સંમત છે. અમારી આવતા અઠવાડીયે બેઠક કરવાની યોજના છે. અમે ચૂંટણી પંચનો સંપર્ક કરવા અને તે માંગ કરવાની યોજના બનાવી છે કે ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણી મતપત્ર થકી કરાવે.આ મુદ્દે તમામ વિપક્ષી દળોનું સમર્થન પ્રાપ્ત કરવાની પહેલ તૃણમુલ કોંગ્રેસની પ્રમુખ મમતા બેનર્જીએ કરી હતી. જ્યારે તેઓ 19 જાન્યુઆરીએ પોતાની રેલી માટે વિપક્ષી નેતાઓને આમંત્રણ માટેતેમને મળવા બુધવારે સંસદ આવ્યા હતા.
મમતા બેનર્જીને સંસદમાં તૃણમુલ કોંગ્રેસના કાર્યાલયમાં તેમને મળવા બુધવારે સંસદમાં આવ્યા હતા.મમતા બેનર્જીને સંસદમાં તૃણમુલ કોંગ્રેસના કાર્યાલયમાં તેમને મળવા માટે આવેલા નેતાઓને તે અપીલ કરતા સાંભળવામાં આવ્યા કે તેઓ ઇવીએમ સાથે છેડછાડની રિપોર્ટ તથા 2019ની ચૂંટણી મતપત્ર દ્વારા કરાવવાની માંગ મુદ્દે સંયુક્ત પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચની પાસે મોકલ્યા.
તૃણમુલ કોંગ્રેસે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશિનની નિષ્પક્ષતા અંગે સવાલ પેદા કરતા સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું. તેણે માંગ કરી હતી કે 2019ની ચૂંટણીમાં મતપત્ર પરત લેવામાં આવે. પશ્ચિમ બંગાળના સત્તારૂઢ દળે કહ્યું કે, આ એક એવો સંયુક્ત કાર્યક્રમ છે જે વિપક્ષી દળોને એક કરશે. સૌથી રસપ્રદ બાબત છે કે બેનર્જીએ ભાજપની સહયોગી શિવસેના પણ આ પ્રતિનિધિમંડળનો હિસ્સો બનવા માટેની અપીલ કરી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પહેલા માંગ કરી હતી કે 2019ની ચૂંટણી ઇવીએમ સાથે મતપત્ર દ્વારા કરાવવામાં આવે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું કે, તમામ પાર્ટી નેતાઓને ઇવીએમ મુદ્દે સતર્ક રહેવું જોઇએ. સમાજવાદી પાર્ટીનાં વડા અખિલેશ યાદવ પણ બેલેટ પેપરનો ઉપયોગ કરવા માટેની હિમાયત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશની જનતામાં ઇવીએમ મુદ્દે અવિશ્વાસ સતત વધી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે