કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતા તાબડતોબ મુંબઈ જઈ પવારને મળશે, સરકાર બનાવવા અંગે લેવાશે નિર્ણય!
મહારાષ્ટ્રમાં મચેલા રાજકીય ઘમાસાણમાં નવો વળાંક આવ્યો છે જે હવે આ સત્તાની ખેંચતાણ પર પૂર્ણ વિરામ મૂકી શકે તેમ છે. એનસીપીને સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ આજે મુંબઈ જવાનું છે અને એનસીપી પ્રમુખ શરદ પવારને મળશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. એવા પણ અહેવાલ છે કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે ફોન પર વાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં મચેલા રાજકીય ઘમાસાણમાં નવો વળાંક આવ્યો છે જે હવે આ સત્તાની ખેંચતાણ પર પૂર્ણ વિરામ મૂકી શકે તેમ છે. એનસીપીને સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ આજે મુંબઈ જવાનું છે અને એનસીપી પ્રમુખ શરદ પવારને મળશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. એવા પણ અહેવાલ છે કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે ફોન પર વાત કરી છે.
Hon'ble Congress President Smt.Sonia Gandhi spoke to Shri.Sharad Pawar today morning and deputed Shri.Ahamed Patel, Shri.Mallikarjun Kharge and myself for holding further discussions with Shri.Pawar.
We three are going to Mumbai now and will meet Shri.Pawar at the earliest.
— K C Venugopal (@kcvenugopalmp) November 12, 2019
કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે ટ્વીટ કરીને કહ્યું કે "આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીજીએ શરદ પવાર સાથે વાત કરી છે. હું, અહેમદ પટેલ અને મલ્લિકાર્જૂન ખડગે શરદ પવાર સાથે આગળ વાતચીત માટે મુંબઈ જઈશું."
અત્રે જણાવવાનું કે NCPને રાતે આઠ વાગ્યા સુધીમાં રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરવાનો છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. ક્યારેક કોંગ્રેસ એમ કહેતી જોવા મળી કે રાજ્ય નેતૃત્વ તેના પર નિર્ણય લેશે તો ક્યારેક કોંગ્રેસ નેતાઓ પાર્ટી હાઈકમાન્ડ પર ટાળતા જોવા મળ્યાં. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના 44 ધારાસભ્યો છે અને તેમાંથી 40 ધારાસભ્યો જયપુરમાં રોકાયા છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે આજે સવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાને મહારાષ્ટ્રને લઈને એક બેઠક થઈ. આ બેઠકમાં એ કે એન્ટોની અને કેસી વેણુગોપાલ પહોંચ્યા હતાં. આ બેઠકમાં નક્કી થયું કે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ મુંબઈ જશે. આમ તો એનસીપી અને કોંગ્રેસના નેતાઓમાં આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. જે ગઠબંધન પહેલાના સારા સંકેત નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે