જમ્મુ-કાશ્મીરમાં સેનાના કેમ્પો પર હુમલો કરી શકે છે લશ્કરના આતંકીઓ: ઈન્ટેલિજન્સ રિપોર્ટ
ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના ષડયંત્રનો ખુલાસો કર્યો છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ લશ્કરે સેનાના કેમ્પો પર હુમલાનું કાવતરું ઘડ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના ષડયંત્રનો ખુલાસો કર્યો છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ લશ્કરે સેનાના કેમ્પો પર હુમલાનું કાવતરું ઘડ્યું છે. મળેલી માહિતી મુજબ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના 4 આતંકીઓ ભારતીય સુરક્ષાદળો પર હુમલો કરી શકે છે. એવા સમાચાર છે કે લશ્કરના નિશાન પર સેનાના કેમ્પ અને મિલેટ્રી સ્ટેશન છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ લશ્કરના આતંકી જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં સેનાના બારી બ્રહના, સૂંજવાન, અને કાલુ ચક કેમ્પ પર હુમલો કરી શકે છે.
આ સાથે જ એવા પણ રિપોર્ટ્સ છે કે હુમલો કરવા માટે આતંકીઓની શોપિયાથી જમ્મુમાં ઘૂસવાની યોજના છે.
LoC પર પાકિસ્તાન સતત કાશ્મીરીઓ પર સાધી રહ્યું છે નિશાન
જમ્મુ અને કાશ્મીરમાં લાઈન ઓફ કન્ટ્રોલ નજીક આવેલા ગામડાઓ પર પાકિસ્તાન ભારે ગોળાબારી કરી રહ્યું છે. 4 સપ્ટેમ્બરની રાતથી પાકિસ્તાન સતત ભારતીય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. એલઓસી પાસે આવેલા ગામડાઓમાં ડરનો માહોલ છે. કારણ કે પાકિસ્તાન રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.
જુઓ LIVE TV
ઉરીમાં એલઓસી નજીક ચાકરા અને ઈશમ ગામડાઓમાં પાકિસ્તાને સામાન્ય કાશ્મીરી લોકોને નિશાન બનાવ્યાં અને ઘરો પર પાકિસ્તાનની ઉધમ ટોપ પોસ્ટથી ભારે ગોળાબારી થઈ રહી છે. શાળાઓ, ખેતરો, ઘરો, રસ્તા એમ દરેક જગ્યાએ પાકિસ્તાન શેલિંગ કરી રહ્યું છે. ઘરની છતોમાં ગાબડા પડી ગયા છે, તોપના ગોળા જમીનમાં ધસી ગયા છે. ખેતરો ગોળાબારીના કારણે ક્ષતિગ્રસ્ત થઈ રહ્યાં છે. પાકને નુકસાન થઈ રહ્યું છે.
ચાકરા ગામમાં જે પરિવાર તોપના ગોળાનું ભોગ બન્યું છે તે આખો પરિવાર આઘાતમાં છે. 4-5 સપ્ટેમ્બરની રાતે આ ઘર પર ગોળા પડવાનો અવાજ આવ્યો. જો કે રાહતની વાત એ હતી કે તે ગોળો ફાટ્યો નહીં પરંતુ સીધો જમીનમાં ધસી ગયો. જો કે તે જીવતા બોમ્બ જેવો છે. આ ગોળાને ડિફ્યુઝ કરતા સમયે ભારે નુકસાન થઈ શકે છે. જે સમયે પાકિસ્તાને આ ગોળાબારી કરી તે સમયે ત્યાં 20-25 લોકો બેઠા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે