સ્વાસ્થ્ય મંત્રીના પત્ર બાદ બાબા રામદેવે દિલગીરી વ્યક્ત કરી, વિવાદિત નિવેદન પાછું લીધું
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને બાબા રામદેવના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા યોગ ગુરૂને પત્ર લખી પોતાનું નિવેદન પરત લેવાનું કહ્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ બાબા રામદેવ એલોપથી દવાઓને લઈને પોતાનું વિવાદિત નિવેદન પરત લઈ લીધુ છે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા રામદેવને પત્ર લખી તેને પરત લેવાનું કહ્યુ હતું.
બાબા રામદેવે નિવેદન પરત લેતા એક પત્ર પણ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનને લખ્યો છે. તેમણે ટ્વીટ કર્યુ- ''ડો. હર્ષવર્ધન જી તમારો પત્ર પ્રાપ્ત થયો, તેના સંદર્ભમાં ચિકિત્સા પદ્ધતિઓના સંઘર્ષના આ પૂરા વિવાદને માફીપૂર્વક વિરામ આપતા પોતાનું વ્યક્તવ્ય પરત લઉ છું અને આ પત્ર તમને મોકલી રહ્યો છે. પોતાના પત્રમાં રામદેવે લખ્યુ કે, તે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અને એલોપેથીના વિરોધી નથી.
माननीय श्री @drharshvardhan जी आपका पत्र प्राप्त हुआ,
उसके संदर्भ में चिकित्सा पद्दतियों के संघर्ष के इस पूरे विवाद को खेदपूर्वक विराम देते हुए मैं अपना वक्तव्य वापिस लेता हूँ और यह पत्र आपको संप्रेषित कर रहा हूं- pic.twitter.com/jEAr59VtEe
— स्वामी रामदेव (@yogrishiramdev) May 23, 2021
યોગ ગુરૂ રામદેવે ડો. હર્ષવર્ધનને પત્ર લખીને કહ્યુ- અમે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન તથા એલોપથીના વિરોધી નથી. અમે તે માનીએ છીએ કે જીવન રક્ષા સિસ્ટમ તથા શલ્ય ચિકિસ્તાના વિજ્ઞાનમાં એલોપેથીએ ખુબ પ્રગતિ કરી છે અને માનવતાની સેવા કરી છે. મારૂ જે નિવેદન કોટ કરવામાં આવ્યું છે, તે એક કાર્યકર્તા બેઠકનું છે, જેમાં મેં આવેલા વોટ્સએપ મેસેજને વાંચીને સંભળાવ્યો હતો. તેનાથી જો કોઈની લાગણી દુભાય છે તો મને દુખ છે.
રામદેવે પોતાના લેટરના અંતમાં લખ્યુ કે, આગળ પણ કોરોના અને કોરોનાના કોમ્પ્લિકેશન્સ સામે લડવા તથા માનવાને રોગ મુક્તિ કરવા માટે બધી પદ્ધતિના સમન્વયથી માનવતાની સેવા કરવાના અમે પક્ષમાં છીએ અને હંમેશા રહીશું.
આ પણ વાંચોઃ Farmers Protest: સંયુક્ત કિસાન મોર્ચાને 12 વિપક્ષી દળોનું સમર્થન, 26 મેએ કિસાન કરશે દેશવ્યાપી પ્રદર્શન
હર્ષવર્ધને બાબા રામદેવને લખ્યો હતો પત્ર
ડોક્ટર હર્વવર્ધને બાબા રામદેવને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે લખ્યુ કે, સંપૂર્ણ દેશવાસીઓ માટે COVID 19 વિરુદ્ધ દિવસરાત યુદ્ધરત ડોક્ટર તથા અન્ય સ્વાસ્થ્યકર્મીઓ દેવતુલ્ય છે. બાબા રામદેવના વ્યક્તવ્યએ કોરોનાના યોદ્ધાઓનું અપમાન કરી દેશભરની ભાવનાઓને ઠેંસ પહોંચાડી છે. મેં તેમને પત્ર લખી પોતાનું વિવાદાસ્પદ નિવેદન પરત લેવાનું કહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે