અનુચ્છેદ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરનાં 575 યુવા ભારતીય સેનામાં જોડાયા
જમ્મુ કાશ્મીર લાઇટ ઇંફેન્ટ્રી રેજીમેન્ટલ સેન્ટર શ્રીનગરમાં આજે પાસિંગ આઉટ પરેડના માધ્યમથી ખીણનાં 575 યુવાનોએ દેશનાં રક્ષણ માટેના શપથ ગ્રહણ કર્યા હતા
Trending Photos
શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં યુવાનોનાં હાથમાં હવે પથ્થર નહી પરંતુ ભારતીય સેનાની બંધુક હશે, જે દેશની સંરક્ષણ માટે તત્પર રહેશે. આ બદલતા કાશ્મીરની કહાની છે, જ્યાંનુ યુવા હવે દેશની એકતા, અખંડતા અને સંરક્ષણ માટે ભારતીય સેનામાં જોડાઇ રહ્યા છે. જમ્મુ કાશ્મીરના 575 યુવાનો શનિવારે ભારતીય સેનામાં જોડાઇ ગયા.
NRCની છેલ્લી યાદી પર કોંગ્રેસના સાંસદે કહ્યું- 'મારા પિતા બાંગ્લાદેશી હતાં, મને પણ બહાર કરો'
જમ્મુ કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રી રેજીમેંટલ સેન્ટર, શ્રીનગરમાં આજે પાસિંગ આઉટ પરેડનાં માધ્યમથી ખીણનાં 575 યુવાનોએ દેશનાં સંરક્ષણના શપથ લીધા અને ભારતીય સેનાનું અભિન્ન અંગ બન્યા. बलिदानम् वीरं लक्षणम् અને भारत माता ના નારાઓ વચ્ચે દેશના ત્રિરંગા સામે ખીણના યુવાનોએ ભારતના રક્ષણ માટે અને દેશની આનબાન શાન માટે શપથ ગ્રહણ કર્યા. હિંદુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ ધર્મનાં ધર્મગુરૂઓએ જમ્મુ કાશ્મીરનાં યુવાનોને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
અયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષકારના વકીલને પ્રોફેસરે આપ્યો શ્રાપ, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી વાત
ભારતીય સેનાનો હિસ્સો બન્યા બાદ જમ્મુ કાશ્મીરનાં યુવાનોએ Zee News સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે દેશ માટે જીવ આપવા માટે તૈયાર છીએ. ભારત માંના રક્ષણ માટે અમે હંમેશા તત્પર રહીશું. ભારતીય સેનાની JAK LI રેજીમેન્ટના આ જવાનોએ કહ્યું કે, અમે સેનામાંજોડાઇને ગર્વ અનુભવી રહ્યા છીએ. નવ નિયુક્ત સૈનિકોએ કાશ્મીરનાં યુવાનોને અપીલ પણ કરી કે દેશહિતમાં આગળ આવો અને દેશનાં સંરક્ષણ ભારતીય સેનામાં જોડાઓ.
મહારાષ્ટ્રના ધુલેમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, અત્યાર સુધી 20 લોકોના મોત, અનેક ઘાયલ
જમ્મુ કાશ્મીરનાં જે યુવાનો આજે ભારતીય સેનામાં જોડાયેલા છે, તેમના પરિવારનાં સભ્યો પણ શ્રીનગર પહોંચ્યા હતા. પરિવારનાં લોકોએ Zee News સાથે વાતચીત કરી અને કહ્યું કે, અમારા પુત્રો આજથી દેશ સેવામાં લાગી જશે, જે અમારા માટે ગર્વની વાત છે.
આસામ NRCની અંતિમ યાદી બહાર પડી, 19 લાખ લોકો લિસ્ટમાંથી બાકાત
ભારતીય સેનાના લેફ્ટિનેંટ જનરલ અશ્વિની કુમારે Zee News સાથેની વાતચીતમાં કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સતત ભરતી ચાલતી રહેશે અને આ બદલતા કાશ્મીરની તસ્વીર છે. ભારતીય સેના દરેક ડગલે તમારી સાથે ઉભી છે, જે બાળક આગળ વધવા માંગે છે તેમની સાથે ભારતીય સેના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે