ગાજીપુર: પીએમ મોદીના કાર્યક્રમ બાદ પ્રદર્શનકર્તાઓએ કર્યો પથ્થરમારો, એક સિપાહીનું મોત
ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં પ્રધાનમંત્રીની રેલી બાદ પરત ફરી રહેલા વાહનો પર શનિવારે એક સ્થાનિક પાર્ટીના કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં એક પોલીસ સિપાહીનું મોત થયું છે
Trending Photos
લખનઉ: ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં પ્રધાનમંત્રીની રેલી બાદ પરત ફરી રહેલા વાહનો પર શનિવારે એક સ્થાનિક પાર્ટીના કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં એક પોલીસ સિપાહીનું મોત થયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક સિપાહીના પરિવારજનો માટે 50 લાખ રૂપિયાની આર્થિક સહાયતા, એક પરિવારના સભ્યને નોકરી તથા અસાધારણ પેન્શન આપવાનો આદેશ કર્યો છે.
ગાજીપુરના વરિષ્ઠ પોલિસ અધિકારી યશવીર સિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રીના કાર્યક્રમના કારણે રાષ્ટ્રીય નિષાદ પાર્ટીના કાર્યકર્તા શહેરમાં જુદી-જૂદી જગ્યાએ પ્રદર્શન કરી રહ્યા હતા. જેમને પોલીસ તંત્ર દ્વારા રોકી રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ જ્યારે પ્રધાનમંત્રી શહેરમાંથી જતા રહ્યાં ત્યારે પાર્ટીના ક્રાર્યકર્તાઓએ શહેરમાં કેટલીક જગ્યાઓ ચક્કાજામ કર્યો હતો અને રેલીમાંથી પરત ફરી રહેલા વાહનો પર પથ્થર મારો કર્યો હતો.
આ ચક્કાજામને ખુલ્લો કરવામાં જિલ્લાના પોલીસ સ્ટેશન, કરિમુદ્દીનપુરના હાજર સિપાહી સુરેશ વત્સ (48) પણ લાગ્યા હતા. પથ્થરમારામાં એક પથ્થર સુરેશના માથે પણ વાગ્યો અને તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.
એસએસપીના જણાવ્યા અનુસાર, તે દરમિયાન લગભગ 15 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે અને વીડિયોગ્રાફીની મદદથી અન્ય પ્રદર્શનકર્તાઓની ઓળખ કરવામાં આવી રહી છે. શહીદ સિપાહી સુરેશ પ્રતાપગઢના રાનીગંજના રહેવાસી હતા. ત્યારે લખનઉમાં અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ એક નિવેદન જાહેર કહ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સિપાહી સુરેશના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમની પત્નીને 40 લાખ રૂપિયા તથા તેમના માતા-પિતાને 10 લાખ રૂપિયાની સહાયતા આપવાનો આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રીએ પરિવારના એક સભ્યને નોકરી તથાય પરિવારને અસાધારણ પેન્શન આપવાનો પણ આદેશ કર્યો છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીએ ગાજીપુરના જિલ્લાધિકારી અને વરિષ્ઠ પોલીસ અધિકારીને ગુનેગારોની ધરપકડ અને તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે.
(ઇનપુટ ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે