Bengal Elections: બંગાળ ચૂંટણીમાં અંતિમ સમયે ઓવૈસીની એન્ટ્રી, મેદાનમાં ઉતરશે AIMIM
West Bengal Elections 2021: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ West Bengal Elections 2021: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ખાસ વાત છે કે ઓવૈસીએ પ્રદેશમાં ચૂંટણી લડવાનો નિર્ણય ચોથા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે કર્યો છે. આ પહેલા માહિતી ાવી હતી કે ઈન્ડિયન સેક્યુલર પાર્ટી (ISF) ના બંગાળમાં ચૂંટણી લડવાને કારણે ઓવૈસીની પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરશે નહીં. અબ્બાસ સિદ્દીકીની પાર્ટી આઈએસએફ લેફ્ટ અને કોંગ્રેસની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે.
પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડશે, તેના પર 27 માર્ચે જાહેરાતઃ ઓવૈસી
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે, 'AIMIM પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડશે. જ્યાં સુધી તેનો સવાલ છે કે પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડશે, હું તેના પર 27 માર્ચે સાગરદિધીમાં એક જનસભામાં બોલીશ.'
AIMIM will contest in the #WestBengalElections2021. As far as the number of seats on which the party will contest is concerned, I will speak on that at a public meeting in Sagardighi on 27th March: AIMIM chief Asaduddin Owaisi
(File photo) pic.twitter.com/JJqpSo1sds
— ANI (@ANI) March 23, 2021
બંગાળમાં મુસ્લિમ વોટરોની સંખ્યા 30 ટકા
મહત્વનું છે કે પાછલા મહિને ઓવૈસીએ અનેકવાર બંગાળના પ્રવાસે ગયા હતા. ઓવૈસીના ચૂંટણી લડવાના નિર્ણય બાદ હવે કહેવામાં આવી રહ્યું છે કે AIMIM, ટીએમસીની વોટબેંકમાં ગાબડું પાડી શકે છે. હકીકતમાં બંગાળમાં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા 30 ટકા જેટલી છે. મહત્વનું છે કે બિહાર ચૂંટણીમાં પણ ઓવૈસીની પાર્ટીએ પાંચ સીટો જીતી હતી.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં એઆઈએમઆઈએમ સંગઠનમાં મોટી ભૂમિકા નિભાવનાર જમીરૂલ હસન હવે ઓવૈસીને છોડી ખુદ બંગાળમાં ઈન્ડિયન નેશનલ લીગનું નવુ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. ઈન્ડિયન નેશનલ લીગ તે પાર્ટી છે જે 1994 સુધી મુસ્લિમ લીગની સાથે હતી. તેવામાં ઓવૈસી તરફથી ચૂંટણી લડવાની જાહેરાત ખરેખર રસપ્રદ છે.
બંગાળમાં ક્યા તબક્કામાં કેટલી સીટો પર મતદાન?
પ્રથમ તબક્કામાં બંગાળની 294માંથી 30 સીટો પર 27 માર્ચે મતદાન થશે. તો બીજા તબક્કામાં 30 સીટો પર એક એપ્રિલ, ત્રીજા તબક્કામાં 31 સીટો માટે 6 એપ્રિલ, ચોથા તબક્કામાં 44 સીટો પર 10 એપ્રિલ, પાંચમાં તબક્કામાં 45 સીટો પર 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કામાં 43 સીટો પર 22 એપ્રિલ, સાતમાં તબક્કામાં 36 સીટો પર 26 એપ્રિલ અને આઠમાં તબક્કામાં 35 સીટો પર 29 એપ્રિલે મતદાન થશે. પરિણામની જાહેરાત બે મેએ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે