મિશન 2019 : વિપક્ષી મહાગઠબંધનના તોડ માટે BJP અધ્યક્ષ અમિત શાહે બનાવી ખાસ રણનીતિ!
બીજેપી અધ્યક્ષ અમિત શાહ છેલ્લા બે મહિનામાં લગભગ 18 રાજ્યોની મુલાકાત લઈ ચૂક્યા છે
Trending Photos
રવિન્દ્રકુમાર, નવી દિલ્હી : એક તરફ કોંગ્રેસ મહાગઠબંધન બનાવવાની કવાયતમાં લાગેલી છે ત્યારે બીજી તરફ બીજેપી મિશન 2019ને અંતિમ ઓપ આપવાની તૈયારીમાં લાગી ગઈ છે. આ પ્રયાસના ભાગરૂપે જ બીજેપી અધ્યક્ષ અમિત શાહ દેશના અલગઅલગ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે.
આ પ્લાનિંગ અંતર્ગત બીજેપી અધ્યક્ષ અમિત શાહ છેલ્લા બે મહિનામાં લગભગ 18 રાજ્યોની મુલાકાત લીધી છે. આ મુલાકાત અંતર્ગત 395 લોકસભાની સીટોનું મંથન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અમિત શાહ 22 જુલાઈ સુધી દેશના તમામ રાજ્યોની મુલાકાત લઈ લેશે અને 22 જુલાઈના દિવસે મહારાષ્ટ્ર તેમજ ગોવાની બેઠક સાથે આ અભિયાનનો અંત આવશે.
2014માં સત્તામાં આવ્યા પછી અને બીજેપીના અધ્યક્ષ બન્યા પછી અમિત શાહની આ પાંચમી દેશવ્યાપી મુલાકાત છે. અલગ-અલગ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ મુલાકાત પ્લાન કરવામાં આવી છે. આ મુલાકાતનો હેતુ લોકસભાની તૈયારીની સમીક્ષા કરવાની સાથેસાથે દરેક સીટના સર્વેનો તમજ રાજ્યમાં વિપક્ષની ધારને નબળી પાડવાનો છે.
અમિત શાહ અલગઅલગ રાજ્યોની મુલાકાત વખતે માત્ર નેતાઓ સાથે જ નહીં પણ સોશિયા મીડિયા ટીમ સાથે તેમજ રાજ્યના કોર ગ્રૂપ સાથે પણ બંધ બારણે મીટિંગ કરે છે. આ મીટિંગોમાં દરેક સીટ માટે રણનીતિનો વિચાર થાય છે તેમજ સાંસદ તેમજ ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડની ચર્ચા થાય છે. આ સિવાય પાર્ટી તેમજ સહયોગી સંગઠન દ્વારા દરેક સીટ માટે થયેલા સર્વેના તારણોની પણ વિગતવાર ચર્ચા થાય છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ બેઠકોમાં બીજેપીના સાંસદોનું ભવિષ્ય લગભગ નક્કી થઈ જાય છે કે 2019માં તેમને ટિકિટ મળશે કે નહીં. અમિત શાહની આ મુલાકાતોમાં ઉત્તર પ્રદેશની બે દિવસીય મુલાકાત મહત્વની સાબિત થશે. આ બેઠકમાં સપા-બસપાના સંભવિત ગઠબંધનના ખતરા પર ચર્ચા થશે. આ સાથે જ 70 સાંસદોના ભવિષ્ય મામલે પણ નિર્ણય લેવામાંઆવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે