વિવાદ થવા છતાં 'વટ કે સાથ' PAK ગયેલા સિદ્ધુની પંજાબના જ CMએ જ કાઢી આકરી ઝાટકણી
કરતારપુર કોરિડોર ખોલવાના અહેવાલોની સાથે જ તેને સંલગ્ન રાજકારણમાં અને વિવાદ પણ ગરમાવા લાગ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કરતારપુર કોરિડોર ખોલવાના અહેવાલોની સાથે જ તેને સંલગ્ન રાજકારણમાં અને વિવાદ પણ ગરમાવા લાગ્યો છે. પાકિસ્તાને 28 તારીખના રોજ આ માટે થનારા સમારોહમાં ભારત તરફથી સુષમા સ્વરાજ, અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુને બોલાવ્યાં હતાં. સુષમા અને અમરિન્દર સિંહે તો ના પાડી દીધી પરંતુ સિદ્ધુ પહોંચી ગયાં. તેમના ત્યાં જવા પર ફરી એકવાર સવાલો ઉઠવા લાગ્યાં છે. પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને તેમના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે આ અંગે મોટી ખેંચતાણ છે.
અમરિન્દર સિંહે કહ્યું હતું કે જે દેશના આતંકીઓ આપણા સૈનિકોને મારી રહ્યાં છે ત્યાં હું જઈ શકું નહીં. હવે તેમણે પોતાના જ મંત્રીના પાકિસ્તાન જવા પર આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે મેં મારું સ્ટેન્ડ જણાવી દીધુ હતું કે હું જઈશ નહીં. જ્યારે તેમના પાકિસ્તાન જવાનો કાર્યક્રમ મારી મંજૂરી માટે મારી પાસે આવ્યો તો મેં કહ્યું કે તેઓ આ અંગે ફરીથી વિચાર કરે. જ્યારે મેં તેમને મારા વિચારો અંગે જણાવ્યું તો તેમણે કહ્યું કે તેઓ પાકિસ્તાન જવાનું વચન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું કે આ તેમનો અંગત પ્રવાસ છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે એમપીમાં પ્રચાર બાદ તેઓ આ અંગે વાત કરશે. પરંતુ ત્યારબાદ તેમણે હજુ સુધી કશું જણાવ્યું નથી. હું આમ પણ કોઈને પાકિસ્તાન કે અન્ય દેશ જવાથી રોકી શકું નહીં, આ તેમનો અંગત પ્રવાસ છે.
Punjab CM: Sidhu told me he had already committed himself to going(to Pak). When I informed him of my stand,he said it was a personal visit &he would get back to me.But I did not hear from him.I don't stop anyone from going anywhere on a private visit. It is not an official visit pic.twitter.com/jOwNIXeIEv
— ANI (@ANI) November 27, 2018
કરતારપુર કોરિડોર માટે આજે ઈમરાન ખાન કરશે શિલાન્યાસ
પાકિસ્તાનના કરતારપુર સ્થિત ગુરુદ્વરા દરબાર સાહિબને ભારતના ગુરુદાસપુર જિલ્લામાં સ્થિત ડેરા બાબા નાનક સાથે જોડનારા અને જેની ખુબ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી કે કોરિડોરનો ઈમરાન ખાન શિલાન્યાસ કરશે. આ થવાથી ભારતીય સિખ શ્રદ્ધાળુઓ વિઝા વગર અવરજવર કરી શકશે. પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ રાવી નદીને પાર ડેરા બાબા નાનકથી લગભગ ચાર કિલોમીટર દૂર છે. સિખ ગુરુએ 1522માં તેને સ્થાપિત કર્યો હતો. પહેલા ગુરુદ્વારા, ગુરુદ્વારા કરતારપુર સાહિબ બનાવવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે ગુરુ નાનક દેવજીએ અંતિમ દિવસ અહીં વીતાવ્યાં હતાં.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફેસલે મંગળવારે કહ્યું હતું કે કરતારપુર કોરિડોર છ મહિનામાં પૂરો થવાની આશા છે. આ પગલું આગામી વર્ષ ગુરુનાનકજીની 550મી જયંતી પહેલા ઉઠાવવામાં આવ્યું છે. ભારતે પણ કહ્યું છે કે તે ગુરુદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનકથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી એક કોરિડોર વિકસિત કરશે જેનાથી ગુરુદ્વારા દરબારસાહિબ કરતારપુર જનારા સિખ શ્રદ્ધાળુઓને સુવિધાઓ મળી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે