ટ્રેંડ દરમિયાન પીએમ મોદી-અમિત શાહે ચંદ્રબાબૂ નાયડૂ સાથે કરી વાત, આ છે કારણ

Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીને લઇને ચાલી રહેલી મત ગણતરી વચ્ચે પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટીડીપીના ચીફ એન ચંદ્રબાબૂ નાયડૂ સાથે આગળની રણ્નીતિને લઇને વાત કરી. 

ટ્રેંડ દરમિયાન પીએમ મોદી-અમિત શાહે ચંદ્રબાબૂ નાયડૂ સાથે કરી વાત, આ છે કારણ

Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીને લઇને ચાલી રહેલી મત ગણતરી વચ્ચે પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટીડીપીના ચીફ એન ચંદ્રબાબૂ નાયડૂ સાથે આગળની રણ્નીતિને લઇને વાત કરી હોવાની સૂત્રોએ જાણાકારી આપી છે. 

સૂત્રોએ આગળ જણાવ્યું હતું કે ચંદ્રબાબૂ નાયડૂને એનડીએના સંયોજક બનાવવાને લઇને વાત કરવામાં આવી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ચંદ્રબાબૂ નાયડૂ સાથે એવા સમયે વાત કરી જ્યારે થોડીવાર પહેલાં કોંગ્રેસના નેતૃત્વએ સંપર્ક સાધ્યો હતો. 

ટીડીપી એનડીએમાં ભાજપની સહયોગી છે, એવામાં જો ભાજપને પોતાના દમ પર બહુમત મળતો નથી તો તે ઇચ્છે છે કે તેમના ગઠબંધનમાં સામેલ દળ સાથે જોડાઇ રહે. આમ એટલા માટે કારણ કે શરૂઆતી રાઉન્ડની ગણતરીમાં ભાજપને પોતાન દમ પર બહુમત મળતો દેખાઇ રહ્યો નથી. ટીડીપી વિપક્ષી ગઠબંધન 'ઇન્ડીયા' માં સામેલ થાય છે તો ભાજપ સરકાર માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. 

કોને કેટલી સીટો મળી રહી છે? 
ચૂંટણી પંચના અનુસાર (4 જૂન) ની બપોર 1.30 વાગ્યા સુધીના આંકડા અનુસાર ભાજપ 2 સીટો જીતી ચૂકી 237 પર આગળ છે. તો બીજી તરફ ટીડીપી 16 સીટો પર આગળ છે. વિપક્ષી ગઠબંધન 'ઇન્ડીયા' માં સામેલ કોંગ્રેસ 98 સીટો પર આગળ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news