UP: અપર્ણા યાદવ નહીં લડે ચૂંટણી, BJP નો આ પ્લાન જાણીને અખિલેશ યાદવને લાગશે મોટો ઝટકો
ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ જતા માહોલ ખુબ ગરમાઈ ગયો છે.
Trending Photos
લખનૌ: ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ જતા માહોલ ખુબ ગરમાઈ ગયો છે. પણ હવે આ ભાજપમાં સામેલ થયેલા અપર્ણા યાદવ વિશે મોટું અપડેટ આવ્યું છે.
ચૂંટણી નહીં લડી અપર્ણા યાદવ
આ સાથે જ સરકાર બન્યા બાદ અપર્ણા યાદવને લઈને ભાજપનો પ્લાન શું છે તે સામે આવ્યું છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ જો ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બનશે તો પાર્ટી અપર્ણા યાદવને વિધાન પરિષદના સભ્ય બનાવી શકે છે. એટલે કે ભાજપ અપર્ણા યાદવને વર્ષ 2022ની ચૂંટણી લડાવશે નહીં.
અપર્ણાએ 2017માં પહેલીવાર ચૂંટણી લડી હતી
અપર્ણા યાદવે વર્ષ 2017માં લખનૌની કેન્ટ સીટથી વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેમને ભાજપના ઉમેદવાર રીતા બહુગુણાએ હરાવ્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં અખિલેશ યાદવે પણ અપર્ણા માટે પ્રચાર કર્યો હતો.
કોણ છે અપર્ણા યાદવ
અપર્ણા યાદવ સપાના પૂર્વ અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના યાદવના પુત્ર પ્રતિક યાદવના પત્ની છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1990ના રોજ થયો હતો. તેમના પિતા અરવિંદ સિંહ બિષ્ટ એક પત્રકાર રહી ચૂક્યા છે. તેમના પિતાને સપાની સરકારમાં સૂચના કમિશનર બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેમના માતા અંબી બિષ્ટ લખનૌ નગર નિગમમાં અધિકારી છે.
2011માં થયા હતા લગ્ન
અપર્ણા યાદવ અને પ્રતિક યાદવની મુલાકાત શાળાના દિવસોમાં થઈ હતી. લખનૌના લોરેટો કોન્વેન્ટ ઈન્ટરમીડિયેટ કોલેજથી શરૂઆતનો અભ્યાસ કરનારા અપર્ણાએ બ્રિટનની માનચેસ્ટર યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ રિલેશન એન્ડ પોલિટિક્સમાં માસ્ટર ડિગ્રી લીધી છે. અપર્ણા અને પ્રતિકની સગાઈ 2010માં થઈ હતી. બંનેના લગ્ન ડિસેમ્બર 2011માં મુલાયમ સિંહ યાદવના પૈતૃક ગામ સૈફઈમાં થયા હતા. બંનેને એક પુત્રી છે જેનું નામ પ્રથમા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે