5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ: BJPને જબરદસ્ત પછડાટ, PM મોદીએ તાબડતોબ લીધુ આ પગલું
વિધાનસભા ચૂંટણીના આજે પરિણામોનો દિવસ છે. જે રીતે ટ્રેન્ડ આવી રહ્યાં છે તેમાં ભાજપનું પ્રદર્શન બહુ સારું નથી.
Trending Photos
નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણીના આજે પરિણામોનો દિવસ છે. જે રીતે ટ્રેન્ડ આવી રહ્યાં છે તેમાં ભાજપનું પ્રદર્શન બહુ સારું નથી. રાજસ્થાનની સાથે સાથે છત્તીગઢમાં પણ સત્તા સરકતી જોવા મળી રહી છે. આ બાજુ મધ્ય પ્રદેશમાં પણ સત્તા માટે કોંગ્રેસ સાથે જબરદસ્ત ખેંચતાણ ચાલી રહી છે. આવા સંજોગોમાં પીએમ મોદીએ ભાજપના કોર ગ્રુપની એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભાજપના તમામ પ્રમુખ નેતાઓને બોલાવવામાં આવ્યાં છે. કહેવાય છે કે આ બેઠકમાં ચૂંટણીના જે રીતે પરિણામો આવી રહ્યાં છે તેના ઉપર ચર્ચા થઈ શકે છે. ભાજપના હાથમાંથી રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા જતી જોવા મળી રહી છે. આ બાજુ મધ્ય પ્રદેશમાં કાંટાની ટક્કર છે. તેલંગણામાં પણ ભાજપને કોઈ ફાયદો જોવા મળી રહ્યો નથી.
મિઝોરમથી આશા હતી કે તે સત્તામાં ભાગીદારી કરાવી શકશે પરંતુ ત્યાં પણ પાર્ટી માટે કોઈ સારા સમાચાર જોવા મળી રહ્યાં નથી. ભાજપ માટે સૌથી મોટો આંચકો છત્તીસગઢ ગણાઈ રહ્યો છે. અહીં 15 વર્ષ બાદ ભાજપ સત્તા ગુમાવી શકે છે.
સ્પષ્ટ છે કે આવા સંજોગોમાં જો કોર ગ્રુપની બેઠક થાય તો મુખ્ય એજન્ડા વિધાનસભા ચૂંટણીના પરિણામો જ રહેશે. આ પરિણામોની અસર દેશના રાજકારણ ઉપર પણ પડશે. સંસદનું આજથી શિયાળુ સત્ર પણ ચાલુ થઈ રહ્યું છે. લગભગ અઢી મહિના બાદ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આવામાં ચૂંટણીના પરિણામો ભાજપ અને અન્ય રાજકીય પક્ષો માટે ખુબ મહત્વના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે