અજાતશત્રુ અટલજીએ અડગ રહીને બધાનો બરાબર હિસાબ કર્યો...

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ ગુરુવારે સાંજે 5.05 વાગે એમ્સમાં નિધન થયું. અટલજીનું નિધન થયું તે તારીખ છે 16મી ઓગસ્ટ 2018. અટલજીનો જન્મ થયો હતો 25 ડિસેમ્બર 1924.

અજાતશત્રુ અટલજીએ અડગ રહીને બધાનો બરાબર હિસાબ કર્યો...

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હી ખાતે સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે. તેમનું પાર્થિવ શરીર તેમના સરકારી નિવાસસ્થાન કૃષ્ણ મેનન માર્ગ ખાતે રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભાજપના હેડક્વાર્ટર લઈ જવાયું. અત્રે જણાવવાનું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ ગુરુવારે સાંજે 5.05 વાગે એમ્સમાં નિધન થયું. અટલજીનું નિધન થયું તે તારીખ છે 16મી ઓગસ્ટ 2018. અટલજીનો જન્મ થયો હતો 25 ડિસેમ્બર 1924. અટલજી જીવનમાં એટલી સ્પષ્ટતા અને પારદર્શકતા ધરાવતા હતાં કે અંતિમ સમયે પણ તેઓએ પોતાનો હિસાબ પૂરો નહીં પરંતુ ચોખ્ખે ચોખ્ખો રાખ્યો. 

તેમની જન્મ તારીખ જોઈએ તો 16મી ઓગસ્ટ 2018 એટલે કે જો તેનો સરવાળો કરીએ તો 26 થાય. અટલજીના નિધનની તારીખ જોઈએ તો 16મી ઓગસ્ટ 2018 એટલે કે તેનો પણ સરવાળો 26 થાય. સંયોગ કહો કે ગમે તે...

જન્મ-25.12.1924

2+5+1+2+1+9+2+4=26

મરણ-16.08.2018

1+6+0+8+2+0+1+8=26

અટલ બિહારી વાજપેયી એક એવા રાજકીય નેતા હતાં કે વિરોધીઓ પણ તેમની આગળ નતમસ્તક હતાં. પક્ષવાદી રાજનીતિથી તેઓ ઉપર હતાં. આજે તેમના નિધન પર વિરોધ પક્ષના નેતાઓ પણ ગમગીન મુદ્રામાં તેમને શોકાંજલિ આપી રહ્યાં છે. કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘૂંટણિયે પડીને નતમસ્તક થયા હતાં. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય નેતાઓએ પણ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news