અયોધ્યાની એક રાજકુમારી, જેના માટે આવી રહી છે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની પત્ની
યૂપીની યોગી સરકારે એલાન કર્યું છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં જ દિવાળીની ઉજવણી કરશે.
Trending Photos
નવી દિલ્હી: અયોધ્યા મામલે જાન્યુઆરી સુધી સુનાવણી ટાળ્યા બાદ સંત સમાજ, સંઘ અને ભાજપ જેવા દળમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે યૂપીની યોગી સરકારે એલાન કર્યું છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં જ દિવાળીની ઉજવણી કરશે. તહેવારના સમય પર ભવ્ય દિપોત્સવ થશે અને દેશ-દુનિયાના ઘણા કલાકારો દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવશે.
જોકે આ સાથે જ વિદેશ મંત્રાલયથી જાહેર એક સૂચના તરફ લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે. તેના અનુસાર દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કીમ જંગ સુક ઉત્તર પ્રદેશ સરકારની તરફથી આયોજીત દિપોત્સવ સમારોહમાં મુખ્ય અતિથિ હશે.
વાંચવા માટે ક્લિક કરો: રામ મંદિર મારુ સપનું છે, તેના માટે હું સંપૂર્ણ મદદ કરવા તૈયાર છું: ઉમા ભારતી
દિક્ષણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જંગ સુકે 4-7 નવેમ્બર સુધી ભારતની યાત્રા પર આવી રહ્યા છે. અને તે દરમિયાન ધાર્મિક નગરી અયોધ્યામાં વિભિન્ન તહેવારોમાં ભાગ લેશે. કોરિયાની પ્રથમ મહિલાની સાથ એખ ઉચ્ચ સ્તરીય શિષ્ટમંડળ પણ ભારત આવી રહ્યું છે. હવે આ મોટો સવાલ ઉભો થયા છે કે દક્ષિણ કોરીયાના રાષ્ટ્રપતિની પત્નીને અયોધ્યા સમારોહમાં મુખ્ય અતિથિ કેમ બનાવવામાં આવી રહ્યાં છે?
વાંચવા માટે ક્લિક કરો: રાજસ્થાનમાં બોલ્યા સીએમ યોગી, ભગવાન રામના નામનો દીવો સળગાવો, કામ જલ્દી થશે
રાણી સૂરીરત્ન
અયોધ્યાથી સંબંધ રાખનાર દક્ષિણ કોરિયાની રાણી સૂરીરત્ન (હિવ હવાંગ ઓક)ની યાદમાં ત્યાંની સરકાર એક સ્મારક અયોધ્યામાં બનાવવા માંગે છે. આ મામલે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની પત્ની સુક રાણી સૂરીસત્ન (હિવ હવાંગ ઓક) સ્મારકની ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે લગભગ 2000 વર્ષ પહેલાની રાજકુમારી સૂરીરત્ન અયોધ્યાથી અને તેમને કોરિયાની યાત્રા તથા ત્યાંના નરેશ કિમ સુરો સાથે વિવાહ કર્યા હતા. ત્યારબાદ તેમણે હિવ હવાંગ ઓકના નામથી ઓળખવામાં આવતા હતા.
વાંચવા માટે ક્લિક કરો: આજે 21 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 17 પૈસા પ્રતિ લીટર ઘટ્યો
વિદેશ મંત્રાલયના અનુસાર, ‘ભારત અને દક્ષિણ કરિયા વચ્ચે વિશેષ ટેક્ટિકલ જોડાણ છે, ત્યાંના રાષ્ટ્રપતિ મૂન ઝે ઇને જુલાઇ 2018માં ભારતની યાત્રા કરી હતી. તેમની યાત્રા બન્ને દેશોના સંબંધોને નવી તાકાત પ્રદાન કરી હતી. રાજકુમારી સુરીરત્ન સ્મારક પરિયોજનાના સંબંધમાં એક સમજૂતી (એમઓયૂ) કરવામાં આવી હતી.
કરાક રાજવંશ
કહેવામાં આવે છે કે રાજકુમારી સૂરીરત્ન 48 ઈસ્વીમાં કોરિયા ગયા હતા. ત્યાં તેમણે એક સ્થાનીય રાજા સાથે લગ્ન કર્યા અને કરાક રાજવંશની સ્થાપના કરી હતી. ચીની ભાષાની કેટલીક પ્રાચીન પુસ્તકોમાં દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યાના રાજા સ્વપ્નમાં ઇશ્વરે આદેશ આપ્યો હતો કે તેઓ તેમની 16 વર્ષની રાજકુમારીને દક્ષિણ કોરિયા શહેર ગિમહેઇ મોકલે કેમકે તેમના લગ્ન ત્યાંના રાજા કિમ સૂરો સાથે થાય.
વાંચવા માટે ક્લિક કરો: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસે 155 ઉમેદવારોની યાદી જાહેર કરી
દક્ષિણ કોરિયામાં ઘણી દંતકથાઓ અને માન્યતાઓ અનુસાર રાજકુમારી સૂરીરત્ન અયુતા (Ayuta)ની હતી. ઇતિહાસકોરો અનુસાર અયુતા અને અયોધ્યા એક જ નામ છે. રાજા કિમ સુરો અને પત્ની સૂરીરત્નના 10 પુત્ર હતા. કોરિયામાં કિમ ખુબ જ સામાન્ય સરનેમ છે અને ગિમહેઇ વિસ્તારમાં રાજા કિમ સૂરોને જ તેમના પૂર્વજ માનવામાં આવે છે. ઇતિહાસકારો અનુસાર કિમ વંશના લોકોની આબાદી દક્ષિણ કોરિયાની કુલ આબાદીના 10 ટકા છે.
દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપચતિઓ કિમ યાંગ-સામ, કિમ ડાય જંગ અને પૂર્વ પ્રધાનમંત્રી કિમ જાંગ-પિલ તેમને કરાક વંશ સાથે જોડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે