Bike Taxi Service: હવે આ શહેરમાં નહીં મળે બાઇક ટેક્સી, સરકારે Ola, Uber અને Rapido પર લગાવ્યો પ્રતિબંધ
Ban on Bike Taxi Service: જે લોકો ટ્રાફિક જામમાં ફસાયા વિના બાઇક ટેક્સી દ્વારા તેમની મંઝીલ સુધી પહોંચે છે તેઓને હવે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એક મોટા શહેરમાં બાઇક ટેક્સી ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Trending Photos
Ban on Bike Taxi Service in Delhi: હવે તમે દિલ્હીમાં બાઇક ટેક્સી નહીં મેળવી શકો. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે નિયમોના ઉલ્લંઘનના આરોપમાં ઓલા, ઉબેર અને રેપિડોની બાઇક સેવા બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં બાઇક પર મુસાફરોને લઈ જતા લોકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આવું ન કરવા પર આરોપી પર ભારે દંડ ફટકારવામાં આવશે, સાથે જ તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે.
10 હજારનો થશે દંડ
દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ મુજબ, મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ, કોઈપણ પ્રકારના ટુ વ્હીલર પર મુસાફરોને લઈ જવું એ સજાપાત્ર ગુનો છે. જો આમ કરતા જોવા મળે છે, તો તેણે પ્રથમ કિસ્સામાં 5,000 રૂપિયા અને બીજી ઘટનામાં 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો દંડ ન ભરે તો એક વર્ષ સુધીની જેલની સજા થશે અને બાઇક પણ જપ્ત કરવામાં આવશે.
એગ્રીગેટર પર 1 લાખ રૂપિયાનો દંડ
આ નોટિસ બહાર પાડતા પહેલા કેજરીવાલ સરકારે પરવાનગી વિના બાઇક ટેક્સી ચલાવતા ઓલા, ઉબેર અને રેપિડોને ચેતવણી આપી હતી. સરકારે કહ્યું હતું કે બાઇક-સ્કૂટર પર મુસાફરોને લઇ જવું એ મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન છે, જેના માટે એગ્રીગેટર એટલે કે તેને ચલાવતી કંપનીઓ પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે બાઇક-સ્કૂટર ચલાવનાર ડ્રાઇવરનું લાયસન્સ પણ 3 મહિના માટે સમાપ્ત થઈ શકે છે.
આ પણ વાંચો:
અરમાન મલિક જ નહીં બોલિવૂડના આ અભિનેતાઓને પણ છે 2-2 પત્ની
World Cup ની સેમીફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડીયા, આયરલેન્ડને આપી માત
રાશિફળ 21 ફેબ્રુઆરી: ગ્રહોની શુભ સ્થિતિ આ જાતકોને જબરદસ્ત નાણાકીય ફાયદો કરાવશે
આ મુદ્દો ઘણા રાજ્યોમાં ચાલી રહ્યો છે
પરવાનગી વિના બાઇક ટેક્સી ચલાવવાના મુદ્દે વિવિધ રાજ્ય સરકારો અને તેને ચલાવતી કંપનીઓ વચ્ચે ટક્કર ચાલી રહી છે. મહારાષ્ટ્ર સરકારે પરવાનગી વિના બાઇક સેવા શરૂ કરવા બદલ રેપિડો કંપની પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ કંપનીએ સરકાર પાસે લાયસન્સ માંગ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે તેને નિયમોનું ઉલ્લંઘન ગણાવીને ના પાડી દીધી હતી. જે બાદ કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કંપનીને કોઈ રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.
બાકીના રાજ્યો પણ નિર્ણય લઈ શકે છે
હવે, દિલ્હી સરકાર દ્વારા ત્રણેય મોટી બાઇક ટેક્સી કંપનીઓ પર પ્રતિબંધને કારણે, એવું માનવામાં આવે છે કે અન્ય રાજ્યોમાં પણ આવા કડક નિર્ણયો આવી શકે છે. આ સાથે, આ બાઇક ટેક્સીને લગતા પ્રશ્નો વધુ અવાજ ઉઠાવી શકે છે. જણાવી દઈએ કે વર્ષ 2019માં મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી હતી કે કોઈ પણ એગ્રીગેટર માન્ય લાઇસન્સ વિના કામ કરી શકે નહીં.
આ પણ વાંચો:
ગુજરાતમાં અચાનક ગરમીનો પારો વધ્યો, હવે આ રાજ્યોમાં વરસાદની આગાહી
Sonu Nigam અને તેના ભાઈ પર હુમલાનો વીડિયો વાયરલ, મ્યૂઝિક કોન્સર્ટમાં થઈ ભયંકર બબાલ
Turkiye Earthquake: તુર્કીમાં ફરી 6.4 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક બિલ્ડીંગો ધરાશાયી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે