West Bengal election: ભાજપે 148 ઉમેદવારોની યાદી જાહેર કરી, મુકુલ રોય અને તેમના પુત્રને પણ મળી ટિકિટ
ભાજપે 148 ઉમેદવારોની યાદી જાહેર કરી, મુકુલ રોય અને તેમના પુત્રને પણ મળી ટિકિટ
Trending Photos
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) 2021 માટે 148 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે મુકુલ રોય, તેમના પુત્ર શુભ્રાંગશુ રોય, રાહુલ સિન્હા અને સાંસદ જગન્નાથ સરકારને ટિકિટ આપી છે. પાર્ટીએ અભિનેત્રી પારનો મિત્રને પણ ઉમેદવાર બનાવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોય કૃષ્ણાનગર ઉત્તરથી અને તેમના પુત્ર શુભ્રાંશુને બીજપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાહુલ સિન્હા હાબ્રાથી ચૂંટણી લડશે.
Bharatiya Janata Party (BJP) releases a list of candidates for the fifth, sixth, seventh and eighth phases of #WestBengalElections2021 pic.twitter.com/yzlo3otLfz
— ANI (@ANI) March 18, 2021
ભાજપે સબ્યસાચી દત્તાને ઉત્તર 24 પરગનાના વિધાન નગરથી, જીતેન્દ્ર તિવારીને પાંડેશ્વરથી, અગ્નિમિત્ર પાલને આસનસોલથી ઉમેદવાર બનાવ્યા છે. જીતેન્દ્ર તિવારી હાલમાં ટીએમસી છોડી ભાજપમાં સામેલ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે