ગોપાલ ઈટાલિયાની PM મોદી પરની ટિપ્પણીને આ દિગ્ગજ કોંગ્રેસી નેતાએ વખોડી, કહ્યું કે ગુજરાત...
AAP ના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાના વાયરલ થઈ રહેલા વીડિયો કે જેમાં તેમણે કથિત રીતે પીએમ મોદી અને હીરાબા પર ટિપ્પણી કરી હતી તે અંગે હવે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે શું કહ્યું તે જાણવા માટે વાંચો અહેવાલ...
Trending Photos
Gujarat Assembly Elections: છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. તેઓ કોંગ્રેસને હરાવવા માટે ગોવા, ગુજરાત અને ઉત્તરાખંડ ગયા. તેઓ ગમે તે કહે પરંતુ અહીં તેમનો હેતુ છે. AAP આમ આદમી પાર્ટી નહીં પરંતુ ખાસ આદમી પાર્ટી છે.
આ દરમિયાન ભૂપેશ બઘેલે પીએમ મોદીના માતા પર આપ નેતાની ટિપ્પણીની આલોચના કરી. તેમણે કહ્યું કે AAP ના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જે જાતિગત ટિપ્પણી કરી છે તે ગુજરાત અને દેશ સહન કરશે નહીં. તેમણે પીએમ નરેન્દ્ર મોદીના માતા પર ટિપ્પણી કરી. તેઓ 100 વર્ષના છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા પણ નથી. કોંગ્રેસ તેની નિંદા કરે છે. બઘેલે કહ્યું કે ગુજરાત ચૂંટણીમાં મુકાબલો કોંગ્રેસ અને ભાજપનો હશે.
અત્રે જણાવવાનું કે ભાજપે ગત ગુરુવારે એક વીડિયો બહાર પાડ્યો હતો. ચાલુ કારમાં બનાવવામાં આવેલા આ વીડિયોમાં ઈટાલિયા કથિત રીતે કહી રહ્યા છે કે "આપ નીચ નરેન્દ્ર મોદીને તેમની જનસભાઓના ખર્ચ જાહેર કરવાનું કેમ નથી કહેતા અને તેમના માતા હીરાબા પણ નાટક કરી રહ્યા છે. મોદી 70 વર્ષ નજીક છે અને હીરાબા જલદી 100 વર્ષના થશે, આમ છતાં બંનેના નાટકો ચાલુ છે." આ અગાઉ ભાજપે તેમના બે વીડિયો બહાર પાડ્યા હતા. તેમાંથી એકમાં તેઓ મોદી માટે અપશબ્દ બોલતા અને બીજામાં મહિલાઓને મંદિર નહીં જવાની સલાહ આપતા સાંભળી શકાય છે.
વધુ વિગતો માટે જુઓ Video
ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે આપ નેતા પર નિશાન સાધતા કહ્યું હતું કે, આ વ્યક્તિની સંસ્કૃતિ જુઓ. પ્રધાનમંત્રી મોદીના 100 વર્ષના માતા રાજકારણમાં નથી. તેમના માટે આટલી નિમ્નસ્તરની ભાષાનો ઉપયોગ એ ગુજરાતની સંસ્કૃતિ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે