શાહનવાઝ હુસૈનને દિલ્હી HC માંથી મોટો આંચકો, ભાજપના નેતા વિરૂદ્ધ દાખલ થશે રેપ કેસ

લ્હી હાઇકોર્ટે 2018 ના એક કેસમાં પોલીસે શાહનવાઝ હુસૈનના વિરૂદ્ધ રેપ સહિત અન્ય કલમો અંતગર્ત કેસ દાખલ કરવાનો આદેશ કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ આ કેસમાં 3 મહિનામાં પોતાની તપાસ પુરી કરી રિપોર્ટ નિચલી કોર્ટ સમક્ષ રજૂ કરે. 

શાહનવાઝ હુસૈનને દિલ્હી HC માંથી મોટો આંચકો, ભાજપના નેતા વિરૂદ્ધ દાખલ થશે રેપ કેસ

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટો આંચકો આપ્યો છે. જોકે દિલ્હી હાઇકોર્ટે 2018 ના એક કેસમાં પોલીસે શાહનવાઝ હુસૈનના વિરૂદ્ધ રેપ સહિત અન્ય કલમો અંતગર્ત કેસ દાખલ કરવાનો આદેશ કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ આ કેસમાં 3 મહિનામાં પોતાની તપાસ પુરી કરી રિપોર્ટ નિચલી કોર્ટ સમક્ષ રજૂ કરે. 

ન્યાયમૂર્તિ આશા મેનનના ફેંસલામાં કહ્યું કે તમામ તથ્યોને જોતાં સ્પષ્ટ જાહેર થાય છે કે પોલીસ તરફથી નિચલી કોર્ટમાં રજૂ કરવામાં આવેલો રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી. જ્યારે ગુનાનું સંજ્ઞાન લેવા માટે અધિકાર પ્રાપ્ત મેજિસ્ટ્રેટને અંતિમ રિપોર્ટ અગ્રેષિત કરવાની જરૂર છે. કેસમાં એફઆઇઆર નોંધેલી હોવી જોઇએ અને આ પ્રકારની તપાસ માટે નિષ્કર્ષ પર પોલીસે કલમ 173 સીઆરપીસી હેઠળ એક અંતિમ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. 

વર્ષ 2018 નો છે કેસ
જોકે ભાજપ નેતા શાહનવાઝ હુસૈન પર દિલ્હીની એક મહિલાએ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને એફઆઇઆર નોંધવાની માંગ કરી હતી. મહિલાનો દાવો છે કે હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં તેની સાથે રેપ કર્યો અને પછી જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ દિલ્હીની સાકેત કોર્ટે સાત જુલાઇ 2018 ના રોજ શાહનવાઝ હુસૈન વિરૂદ્ધ રેપ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. જોકે પછી કોર્ટના આ આદેશને ભાજપના નેતાએ વિશેષ ન્યાયાધીશ સમક્ષ પડકાર ફેક્યો, પરંતુ ત્યાં પણ તેમને કોઇ રાહત ન મળી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news