લોકસભા ચૂંટણી ટાણે આ રાજ્યમાં કોંગ્રેસે ભાજપને ગૂપચૂપ આપ્યો મોટો ઝટકો, સરકાર પર તોળાયું સંકટ
લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસે હરિયાણામાં ભાજપને ગૂપચૂપ રીતે મોટો ઝટકો આપી દીધો છે. હરિયાણામાં 3 જેટલા અપક્ષ ધારાસભ્યોએ નાયબ સિંહ સૈની સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યુ છે. આ સાથે જ કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે.
Trending Photos
લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસે હરિયાણામાં ભાજપને ગૂપચૂપ રીતે મોટો ઝટકો આપી દીધો છે. હરિયાણામાં 3 જેટલા અપક્ષ ધારાસભ્યોએ નાયબ સિંહ સૈની સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યુ છે. આ સાથે જ કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ઉદયભાને કહ્યું કે હરિયાણાની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. કોંગ્રેસ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની અને જલદી વિધાનસભા ચૂંટણી યોજવાની માંગણી રજૂ કરી છે.
90 સીટોવાળી વિધાનસભામાં હાલ ભાજપની 40, કોંગ્રસની 30, જેજેપીની 10, ઈનેલો તથા એચએલપીની એક-એક બેઠક છે. આ ઉપરાંત 6 અપક્ષો વિધાનસભા સભ્ય છે. બહુમત માટે 46નો આંકડો જોઈએ. જેજેપીના સમર્થન પાછું ખેંચ્યા બાદ ભાજપ 6 અપક્ષો અને એક એચએલપી વિધાયકની મદદથી સરકાર બચાવવામાં સફળ થયો હતો. જે 6 અપક્ષ વિધાયકોએ ટેકો આપ્યો હતો તેમાં નયનપાલ રાવત (પૃથલા વિધાયક), ધર્મપાલ ગોંદર (નીલોખેડી), રણધીર સિંહ ગોલન (પુંડરી), રાકેશ (બાદશાહપુર વિધાયક), સોમબીર સાંગવાન (ચરખીદાદરી), અને બલરાજ કૂંડુ (મહમ) સામેલ છે.
#WATCH रोहतक: चरखी दादरी से निर्दलीय विधायक सोमबीर सांगवान, नीलोखेड़ी से निर्दलीय विधायक धर्मपाल गोंदर और पूंडरी से निर्दलीय विधायक रणधीर गोलन ने प्रदेश की भाजपा सरकार से अपना समर्थन वापस लेकर कांग्रेस को समर्थन दिया।
पूंडरी से निर्दलीय विधायक रणधीर गोलन ने कहा, "हम तीनों… pic.twitter.com/tTimnEJYRg
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
રોહતકમાં મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ ઉદયભાન અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સામે ત્રણ અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસને સમર્થન આપ્યું. આ ત્રણેય વિધાયક છે સોમબીર સાંગવાન, રણધીર સિંહ ગોલન અને ધર્મપાલ ગોંદર. અપક્ષ ધારાસભ્યોના કોંગ્રેસને સમર્થન બાદ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ઉદયભાને કહ્યું ભાજપ હવે અલ્પમતમાં છે. સીએમએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ.
પ્રેસ કોન્ફરન્સ કરી
ત્રણેય વિધાયકોએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા અને રાજ્ય કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાનની હાજરીમાં રોહતકમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી. અપક્ષ વિધાયકે ગોંડરે કહ્યું કે અમે સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી રહ્યા છીએ. અમે કોંગ્રેસને અમારું સમર્થન આપી રહ્યા છીએ. અમે ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા સહિત વિવિધ મુદ્દાઓ પર આ નિર્ણય લીધો છે.
#WATCH कुछ निर्दलीय विधायकों द्वारा कांग्रेस का समर्थन करने पर हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी ने कहा, "विधायकों की कुछ इच्छाएं होती हैं, कांग्रेस आजकल इच्छाएं पूरी करने में लगी हुई है। लोग सब जानते हैं कि किसकी क्या इच्छा है। कांग्रेस को जनता की इच्छाओं से मतलब नहीं है।" pic.twitter.com/4vYfbCNGms
— ANI_HindiNews (@AHindinews) May 7, 2024
શું કહ્યું સીએમ સૈનીએ
આ સમગ્ર મામલે હરિયાણાના સીએમ નાયબસિંહ સૈનીએ કહ્યું કે વિધાયકોની કેટલીક ઈચ્છાઓ હોય છે, કોંગ્રેસ આજકાલ ઈચ્છાઓ પૂરી કરવામાં લાગી છે. લોકો બધુ જાણે છે કે કોની શું ઈચ્છા છે. કોંગ્રેસને જનતાની ઈચ્છાઓ સાથે કોઈ લેવાદેવા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે