Sonali Phogat: સોનાલી ફોગાટ હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, ડોક્ટરે વ્યક્ત કરી આશંકા

Sonali Phogat Case: સોનાલી ફોગાટનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોર્ચરી લઇ જવામાં આવ્યો હતો ત્યારે શરીર પર કોઈ પણ ઇજાના નિશાન ના હોવાની વાત કરવામાં આવી હતી. એવામાં આ મામલે તપાસ પણ શંકાના દાયરામાં આવી રહી છે.

Sonali Phogat: સોનાલી ફોગાટ હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, ડોક્ટરે વ્યક્ત કરી આશંકા

Sonali Phogat Case: ભાજપ નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. સોનાલી ફોગાટના શરીર પર ઇજાના 46 નિશાન મળી આવ્યા છે. ગોવા મેડિકલથી જાડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સોનાલી ફોગાટના શરીર પર ઇજાના ઘણા નિશાન મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે સોનાલી ફોગાટનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોર્ચરી લઇ જવામાં આવ્યો હતો ત્યારે શરીર પર કોઈ પણ ઇજાના નિશાન ના હોવાની વાત કરવામાં આવી હતી. એવામાં આ મામલે તપાસ પણ શંકાના દાયરામાં આવી રહી છે.

ડોક્ટરે વ્યક્ત કરી આશંકા
ફોરેન્સિક સાથે જોડાયેલા ડોક્ટરે આ વાતની શંકા છે કે સોનાલીએ ECSTASY કમ્પોઝ કર્યું હતું. ગોવા મેડિકલ સાથે જોડાયેલા ડોક્ટરે સોનાલી ફોગાટના METABOLITIES TEST કરવાની સલાહ આપી હતી. પરંતુ જરૂરી ઇક્વિપમેન્ટ ના હોવાને કારણે આ ટેસ્ટ થઈ શક્યો નહીં. આ વિસેરાની ખૂબ મોટો ટેસ્ટ હોત અને આ કેસ સાથે સંબંધિત સત્ય જાણવામાં ઘણી મદદ મળતી.

સુધીર સાંગવાનની વધી મુશ્કેલીઓ
આ ઉપરાંત ગોવા પાલીસ સુધીર સાંગવાનના પાસપોર્ટની પણ તપાસ કરી રહી છે. ગોવા પોલીસ તે જગ્યાએ પણ જશે જ્યાં સુધીરના પાસપોર્ટનું વેરિફિકેશન થયું હતું. જો પાસપોર્ટમાં કોઈપણ પ્રકારની ગડબડી જોવા મળે છે તો ગોવા પોલીસ IPC ના સેક્શન 467 હેઠળ સુધીર સાંગવાન સામે વધુ એક કેસ નોંધી શકે છે.

પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
આ પહેલા સોનાલી ફોગાટના મોતના થોડા દિવસ બાદ તેમના ભત્રીજાએ દાવો કર્યો હતો કે સુધીર પાલ સાંગવાને પહેલા પણ તેમને (સોનાલી ફોગાટ) ઝેર આપવાનો પ્રયાસ કર્યો હતો. એવા પણ આરોપ હતો કે સાંગવાનની નજર સોનાલી ફોગાટની સંપત્તિ પર હતી. સુધીર ઘણા સમયથી સોનાલીને ડ્રગ્સ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

સોનાલીની સંપત્તિ પર હતી નજર
તેમણે એવું પણ કહ્યું કે સુધીર સાંગવાને સોનાલીના ગુરૂગ્રામ ફાર્મહાઉસ પર કબજો કરી લીધો હતો અને તેને પોતાના નામે કરી લીધું હતું. સાથે જ દાવો કરવામાં આવ્યો કે સોનાલીના પરિવારને તેમની ગોવા યાત્રા વિશે કોઈ જાણકારી નહોતી. પરિવારજનોએ જણાવ્યું કે સોનાલીને પહેલા ચંદીગઢ અને પછી ગુરૂગ્રામ લઇ જવામાં આવી હતી. જ્યાંથી તેમને ગોવા માટે ફ્લાઈટ લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news