Delhi Mayor Election: ભાજપ અને AAP ના કોર્પોરેટરો વચ્ચે જોરદાર મારામારી, મેયરની ચૂંટણીમાં ખુરશીઓ ઉછળી, જુઓ વીડિયો
MCD Election Clash: MCD મેયરની ચૂંટણી પહેલા જ સિવિક સેન્ટર ખાતે AAP-BJP કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
Delhi Mayor Election 2023: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયરની ચૂંટણી પહેલા જ ગૃહની અંદર BJP અને AAPના કાઉન્સિલરો વચ્ચે લડાઈ થઈ છે. સિવિક સેન્ટરમાં બંને પક્ષના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટના એમસીડીના કાઉન્સિલરોના શપથ ગ્રહણ દરમિયાન બની હતી. પહેલા તમામ કાઉન્સિલરોને શપથ ગ્રહણ કરવાના હતા ત્યારબાદ મેયર પદ માટે ચૂંટણી યોજાવાની હતી. સિવિક સેન્ટરના વીડિયોમાં BJP અને AAPના કોર્પોરેટરો ઝપાઝપી કરતા જોવા મળે છે.
સિસોદિયાએ આવી પ્રતિક્રિયા આપી હતીઃ
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું કે, 'MCDમાં પોતાના કુકર્મ છુપાવવા માટે બીજેપીના લોકો કેટલા નીચા જશે! ચૂંટણી મોકૂફ રાખવામાં આવી , પ્રિસાઇડિંગ ઓફિસરની ગેરકાયદેસર નિમણૂક, નોમિનેટેડ કાઉન્સિલરોની ગેરકાયદે નિમણૂક અને હવે લોકો દ્વારા ચૂંટાયેલા કાઉન્સિલરોને શપથ લેવડાવવામાં આવતા નથી. જનતાના ચુકાદાને માન આપી શકતા નથી તો ચૂંટણી શા માટે?
#BREAKING | दिल्ली MCD मेयर चुनाव में हाथापाई, चल रहे लात-घूंसे, AAP पार्षद मुकेश गोयल के इशारे पर उठा-उठाकर पटक रहे आम आदमी पार्टी के पार्षद #Delhi #MCD #Mayor @Payodhi_Shashi @kalralive pic.twitter.com/a2xyIrRBUk
— Zee News (@ZeeNews) January 6, 2023
શપથના મુદ્દે હોબાળો-
જણાવી દઈએ કે AAPના ગૃહના નેતા મુકેશ ગોયલે નોમિનેટેડ કાઉન્સિલરો સમક્ષ શપથ લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મુકેશ ગોયલે કહ્યું કે 25 વર્ષ સુધી આ ગૃહમાં અગાઉ ક્યારેય નોમિનેટેડ કાઉન્સિલરોની શપથવિધિ થઈ નથી. જો કે, આ દરમિયાન ભાજપના મેયર પદના ઉમેદવાર રેખા ગુપ્તા અને AAPના ઉમેદવાર શેલી ઓબેરોય મૂક પ્રેક્ષક બનીને હંગામો જોતા રહ્યાં.
MCD में अपने कुकर्मों को छिपाने के लिए और कितना गिरोगे भाजपा वालो!
चुनाव टाले, पीठासीन अधिकारी की ग़ैरक़ानूनी नियुक्ति, मनोनीत पार्षदों की ग़ैरक़ानूनी नियुक्ति, और अब जनता के चुने पार्षदों को शपथ न दिलवाना….
अगर जनता के फ़ैसले का सम्मान नहीं कर सकते तो फिर चुनाव ही किसलिए?
— Manish Sisodia (@msisodia) January 6, 2023
નોંધપાત્ર વાત એ છે કે, દિલ્હી એલજીએ દિલ્હી રાજ્ય હજ સમિતિના અધ્યક્ષપદ માટે કોંગ્રેસના કાઉન્સિલર અને ગૃહના નેતા નાઝિયા દાનિશનું નામ મોકલ્યું છે. AAP વિધાનસભ્ય આતિશીના કહેવા પ્રમાણે, સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. સ્થાયી સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ કાઉન્સિલરોને વોકઆઉટ કરાવવાની જવાબદારી નાઝિયા દાનિશને સોંપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે