West Bengal હિંસા વિરુદ્ધ ભાજપના દેશવ્યાપી ધરણા, વિધાયકે મમતા બેનર્જીને ગણાવ્યા 'ખૂની'
Trending Photos
મુંબઈ/કોલકાતા: બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય હિંસા વચ્ચે મમતા બેનર્જીએ ત્રીજીવાર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મુખ્યમંત્રી બનતાની સાથે જ મમતા બેનર્જીએ કહ્યું કે અત્યાર સુધી આચાર સંહિતાના કારણે કાયદો વ્યવસ્થા ચૂંટણી પંચ જોઈ રહ્યું હતું પરંતુ હવે હિંસા રોકવી અમારી પ્રાથમિકતા છે.
હિંસા વિરુદ્ધ ભાજપના ધરણા
આ બધા વચ્ચે કોલકાતા સહિત દેશના અનેક રાજ્યોમાં બંગાળ હિંસા વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન ચાલુ છે. મુંબઈમાં પણ ભાજપ કાર્યકરોએ ધરણા ધરીને ટીએમસીનો વિરોધ કર્યો અને પોતાના કાર્યકરોની હત્યાનો આરોપ લગાવી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. પાર્ટી વિધાયક આશીષ શેલારે આ દરમિયાન મમતા બેનર્જીને ખૂની ગણાવ્યાં.
ભાજપ વિધાયક આશીષ શેલાસે કહ્યું કે બંગાળમાં હિંસાનું જે તાંડવ ચાલુ છે તેના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે બંગાળમાં ભાજપના કાર્યકરો અને હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. આ સાથે જ ભાજપના વોટર્સ અને ટીએમસીના વિરોધીઓ સાથે હિંસા થઈ રહી છે.
Tamil Nadu: BJP leaders and workers protest in Chennai, against the post-poll violence in West Bengal. pic.twitter.com/zmv6BgAOi3
— ANI (@ANI) May 5, 2021
તેમણે કહ્યું કે બંગાળની હિંસા પર કોંગ્રેસ અને ડાબેરીઓ મોઢા પર પટ્ટી બાંધીને બેઠા છે. શેલારે કહ્યું કે અમારો સંકલ્પ બંધારણની રક્ષા કરવાનો છે. તેમણે કહ્યું કે સોનાર બંગાળ કાયમ થવા સુધી અમે આંદોલન ચાલુ રાખીશું.
રાજકીય હિંસા ખતમ કરીશું-નડ્ડા
આ બાજુ ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા પણ બંગાળના પ્રવાસે છે. તેમણે કોલકાતામાં ભાજપ કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું કે જેના પર બીજાની રક્ષાની જવાબદારી છે તે લોકો આ હિંસા માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે તેઓ શપથ લઈ શકે છે કે પરંતુ અમે પણ બંગાળમાંથી રાજકીય હિંસાના ખાત્માની શપથ લઈએ છીએ.
બંગાળ પ્રભારી અને ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે બંગાળમાં પ્રાયોજિત હિંસા થઈ રહી છે. મમતાજી અને તેમના ભત્રીજાના સંરક્ષણમાં આ હિંસા થઈ રહી છે. પ્રદેશની અંદર શાંતિ સ્થાપવી ખુબ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે